મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં ખેતીની જમીનમાં ખડકી દેવાયેલા ત્રણ શોપિંગ સેન્ટરની 38 દુકાનો સીલ


SHARE

















મોરબીમાં ખેતીની જમીનમાં ખડકી દેવાયેલા ત્રણ શોપિંગ સેન્ટરની 38 દુકાનો સીલ

મોરબીના કંડલા બાઇપાસ રોડ નજીક આવેલ ખેતીવાડીની જમીનમાં બિનખેતી કરાવ્યા વગર જ કોમર્શિયલ કોમ્પ્લેક્સ ખડકી દેવામાં આવ્યા હતા જેથી કરીને મહાપાલિકા દ્વારા આજની તારીખે એક કે બે નહીં પંરતુ ત્રણ કોમ્પલેક્ષની 38 જેટલી દુકાનોને સીલ કરી દેવામાં આવેલ છે

મોરબી નગરપાલિકા હતી ત્યારે કોઈપણ વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ આડેધડ કોઈપણ પ્રકારે મંજૂરી લીધા વગર બાંધકામો કરી નાખવામાં આવતા હતા અને આવી રીતે ઊભા કરવામાં આવેલા ગેરકાયદે બંધકામોને છેલ્લા વર્ષોમાં જે ઇમ્પેક્ટ ફી ની યોજના સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવી હતી તેમાં આવરી લેવામાં આવેલ છે અને ઇમ્પેક્ટ ફી લઈને ગેરકાયદે બાંધકામોને રેગ્યુલરાઈઝ્ડ કરી દેવામાં આવ્યા છે જોકેમોરબી મહાપાલીકા અસ્તિત્વમાં આવ્યા બાદ કમિશનરની સૂચના મુજબ સમગ્ર સ્ટાફ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે તેવામાં મોરબીના બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલથી ઉમિયા સર્કલ વચ્ચેના વિસ્તારમાં આવેલ ગોકુળ મથુરા સોસાયટી પાસે 7 દુકાનવાળું એક કોમ્પ્લેક્સ ખેતીની જમીનમાં બિનખેતી કરાવ્યા વગર ઊભું કરવામાં આવ્યું છે તેવી જ રીતે તેની સામેના ભાગમાં 12 દુકાન વાળું બે માળનું કોમ્પ્લેક્સ અને દલવાડી સર્કલ પાસે 19 દુકાનવાળું એક કોમ્પ્લેક્સ ખેતીની જમીનમાં બિનખેતી કરાવ્યા વગર ઊભું કરવામાં આવ્યું છે જેથી ત્રણ કોમ્પ્લેક્સમાં બનાવવામાં આવેલ કુલ મળીને 38 જેટલી દુકાન સીલ કરેલ છે અને આ બાંધકામ કરનારા આસામીઓને અગાઉ બાંધકામ મંજૂરી ન હોવાથી નોટિસ આપવામાં આવી હતી ત્યારે બાદ આજે ત્રણેય શોપિંગ સેન્ટરને સીલ કરેલ છે અને હવે બિનખેતી તેમજ બાંધકામ માટે ઇમ્પેક્ટ ફ્રી ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે ત્યાર બાદ જ આ ત્રણેય શોપિંગ સેન્ટરની દુકાનોના સીલ ખુલશે તેવું મહાપાલીકાના અધિકારી શુભમ પટેલે માહિતી આપતા જણાવ્યું છે.




Latest News