વાંકાનેરમાં ભાડે આપેલ દુકાનનો કબ્જો લેવા માટે કરેલ દાવામાં ભાડૂઆત તરફે આવ્યો ચુકાદો
મોરબી નજીક ગોડાઉનમાંથી દારૂની 17,514 બોટલ પકડવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ: કુલ ચાર આરોપીઓ રિમાન્ડ ઉપર
SHARE









મોરબી નજીક ગોડાઉનમાંથી દારૂની 17,514 બોટલ પકડવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ: કુલ ચાર આરોપીઓ રિમાન્ડ ઉપર
મોરબીના શનાળા નજીક ગત જાન્યુઆરી માહિનામાં એસએમસીની ટીમે ગોડાઉન રેડ કરી હતી અને ત્યારે એસએમસીની ટીમે દ્વારા 17,514 દારૂની બોટલ સહિત કુલ મળીને 1.11 કરોડથી વધુનો મુદામાલ કબજે કર્યો હતો આ ગુનામાં એલસીબીની ટીમે વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે અને હાલમાં ચાર આરોપી પોલીસના રિમાન્ડ ઉપર છે.
મોરબીના શકત શનાળા ગામની સીમમાં આવેલ આનંદ પાર્ટી પ્લોટની પાછળના ભાગમાં આવેલ ભૂમિ ગોડાઉનમા એસએમસીની ટીમે ગત જાન્યુયારી મહિનામાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 17,514 દારૂની બોટલ મળી આવી હતી જેથી કરીને 76,39,092 કિંમતનો દારૂ તેમજ ત્રણ વાહન જેની કિંમત 35,30,000, મોબાઇલ નંગ 4 જેની કિંમત 20,000 અને રોકડ રૂપિયા 5,120 આમ કુલ મળીને 1,11,94,212 નો મુદામાલ કબજે કરેલ હતો આ ગુનામાં પહેલા નવ આરોપીને પકડવામાં આવેલ હતા અને હાલમાં વધુ એક આરોપીને પકડવામાં આવેલ છે. જોકે, હજુ આ ગુનામાં પાંચ આરોપી પકડવાના બાકી છે.
ઉલ્લેખનીય છેકે, થોડા દિવસો પહેલા વિકાસ ઉર્ફે વિકી સોહનલાલ બિશ્નોઈ, સુનિલકુમાર ઉર્ફે દલપતસિંહ ભેરારામ અને રામકુમાર ઉર્ફે ડાલા ઉર્ફે પ્રધાન ભરતસિંહ જાટને પકડવામાં આવેલ હતા જેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આગામી તા 29 સુધી એટ્લે કે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને ત્યાર બાદ મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ એમ.પી. પંડ્યા અને તેની ટીમ દ્વારા આરોપી મનોહર ઉર્ફે કાકા બાબુલાલ પવાર બિશ્નોઈ (24) રહે. પવારો કી ઠાણી નવા વાસ સંગાડવા તાલુકો ચીતલાવન જિલ્લો જાલોર રાજસ્થાન વાળાની ધરપકડ કરી હતી અને આ આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
