વાંકાનેરના ચિત્રાખડા ગામે વાડીના મકાનમાં જુગાર રમતા 6 શખ્સો 13.26 લાખના મુદામાલ સાથે પકડાયા મોરબીમાંથી 1 કિલો 387 ગ્રામ ગાંજા કેસમાં વધુ એકની ધરપકડ મોરબીમાં નેશનલ સાયન્સ સેમીનારનું આયોજન, ૨૦ સ્કુલના ૬૩ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ મોરબીની રહેવાસી પરિણીતાને લગ્નની લાલચ આપીને 8.50 લાખની છેતરપિંડી હળવદ જીઆઇડીસી પાસે જીનીંગ ફેક્ટરીમાંથી 1.50 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર નજીક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત: મોરબીમાંથી દારૂની 18 બોટલ સાથે એક પકડાયો વાંકાનેરના સમઢીયાળા નજીક ઢોરને બચાવવા જતાં ટ્રેક્ટર પલટી મારી જતાં ઇજા પામેલ યુવાનનું મોત હળવદના સરંભડા ગામે માથું દુખતું હોય વધુ પડતી દવા પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના અમરાપર (ના.) ગામે જીલરીયા પરિવાર દ્વારા મોમાઈ માતાજીના મંદિરે જગદગુરુ શંકરાચાર્યજી-પૂર્વ મુખ્યમંત્રીની હાજરીમાં પાટોત્સવ ઉજવાશે


SHARE













મોરબીના અમરાપર (ના.) ગામે જીલરીયા પરિવાર દ્વારા મોમાઈ માતાજીના મંદિરે જગદગુરુ શંકરાચાર્યજી-પૂર્વ મુખ્યમંત્રીની હાજરીમાં પાટોત્સવ ઉજવાશે
 
મોરબીના અમરાપર (ના.) મુકામે જીલરીયાનો પરિવાર દ્વારા શ્રી મોમાઈ માતાજીનો ૧૫ મો ભવ્ય પાટોત્સવ ધામધુમથી ઉજવાશે.આ તકે જગદગુરૂ શંકરાચાર્યજીનું વિશેષ સાન્નિધ્ય રહેશે તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મંત્રી મુળુભાઈ બેરા, મંત્રી રાઘવજીભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહેશે.આ દરમિયાન પ્રસિદ્ધ કલાકારો સાથે સંતવાણી અને નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.આગામી તા.૩ ને શનિવારના રોજ મોરબી તાલુકાના અમરાપર (ના.) મુકામે સમગ્ર જીલરીયા પરિવાર દ્વારા શ્રી મોમાઈ માતાજીના મંદિરનો ૧૫ મો ભવ્ય પાટોત્સવ ઉજવવાનું આયોજન થયેલ છે.જે સમારોહના મુખ્ય આયોજક સૂરતના રહેવાસી આહીર અગ્રણી વરજાંગભાઈ જીલરીયા છે.
 
આ ઉત્સવમાં શારદાપીઠાધિશ્વર, જગદગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી હાજરી આપવાના છે.તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મંત્રી મુળુભાઈ બેરા, મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય સર્વશ્રી કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, ભગવાનભાઈ બારડ, હેમંતભાઈ હરદાસભાઈ તથા જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, જીલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા, નાફેડ ડાયરેકટર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારીયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, કૃભકો ડાયરેક્ટર મગનભાઈ વડાવીયા, અગ્રણી ઉદ્યોગપતિ દિલુભા જાડેજા તેમજ કલેક્ટર, ડીડીઓ, એસપી ખાસ ઉપસ્થિત રહેશે.તા.૨ ને શુક્રવારના રોજ રાત્રે સંતવાણી કાર્યક્રમમાં ગોવિંદભાઈ પાલિયા, હિતેષગીરી ગોસ્વામી, લાખાભાઈ કુંભરવાડીયા તથા રાજુભાઈ આહીર ભજન તથા લોકસાહિત્ય પીરસશે. જયારે તા.૩ ને શનિવારના રોજ સવારે નવચંડી યજ્ઞ, પૂજ્ય શંકરાચાર્યજીના આશિર્વચન બાદ બપોરે  મહાપ્રસાદ યોજાશે. ૧૫ માં પાટોત્સવ સમારોહમાં પધારવા તેમજ મોમાઈ માતાજીના દર્શન કરવા પૂજ્ય શંકરાચાર્યજીના આશીર્વચન અને મહાપ્રસાદનો લાભ લેવા સમગ્ર જીલરીયા પરિવાર તથા મુખ્ય આયોજક વરજાંગભાઈ જીલરીયા દ્વારા  સર્વેને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવેલ છે.



Latest News