સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

કચ્છમાં સાંસદ સમરસ સમુહ લગ્નોત્સવના કાર્યાલયનું ઉદ્દઘાટન કરાયું


SHARE





કચ્છમાં સાંસદ સમરસ સમુહ લગ્નોત્સવના કાર્યાલયનું ઉદ્દઘાટન કરાયું

કચ્છ લોકસભા આયોજીત અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, ભુજના સહયોગથી સાંસદ સમરસ (સર્વ જ્ઞાતિય) સમુહ લગ્ન મહોત્સવ-૨૦૨૫નું ભવ્ય આયોજન તા.૨૫/૦૫/૨૦૨૫ ને રવિવારના યક્ષ મંદિરની સામે ગ્રાઉન્ડ-માધાપર મધ્યે આયોજન કરવામાં આવેલ છે. જે સમૂહ લગ્નોત્સવમાં ભાગ લેનાર વાલીઓને પુરતુ માર્ગદર્શન મળે અને તેઓ પોતાના વ્હાલસોયા બાળકોના લગ્ન ધામધુમથી ઉજવાય તેવી આંતર દ્રષ્ટિથી તેઓને ફોર્મ ભરવા નોંધાવવા કાર્યલયનું શુભ પ્રારંભ કચ્છ જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઇ વરચંદ ના વરદ હસ્તે તથા સાંસદ વિનોદભાઇ ચાવડા તથા મહાનુભાવોની ઉપસ્થિતિ માં કરવામાં આવ્યું હતું.

કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે, લાખો રૂપિયા ખર્ચવા અને આવેલ મહેમાનોના સત્કાર સુવિધા માટે ખુબજ તકલીફ અનુભવતા મધ્યમ અને સામાન્ય વર્ગના માનવીઓના દરેક પ્રશ્નોનું હલ સમુહ લગ્નોત્સવમાં છે. માટે જ અમે ૨૫૧ જેટલી દીકરીઓના ઉમંગ-કોડ પુરા કરવા અને સર્વ જ્ઞાતિય સમરસ લગ્નોત્સવનું આયોજન કરેલ છે. જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર આયોજીત આ સમુહ લગ્નોત્સવ આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીની આપણી દીકરીઓ માટેની સંવેદના તેમના કોડ પુરવાનો અદ્દભ્ય ઇચ્છામાંથી પ્રેરણા લઇ આયોજન છે. સર્વે જ્ઞાતિજનોને સાથે જોડવા અપીલ કરી હતી.

કાર્યાલયનું ઉદ્દઘાટન કરતાં કચ્છ જીલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઇ વરચંદે સાંસદ તથા તેમના તેમની સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ તથા શુભેચ્છકો, મિત્ર વર્તુળ, કાર્યકર્તાઓને બિરદાવતા જણાવ્યુ હતું કે, સમુહ લગ્નોત્સવ એ ભગીરથ કાર્ય છે. આપણે સૌ સાથે મળી તેને ચોક્કસ પણે દાખલારૂપ ઉજવશુ. આ પ્રસંગે જેટલા પણ લગ્ન નોંધાય તેમાં દરેક દીકરીને સોનાની નાકની સરી માવજીભાઇ ગુસાઇ તરફથી અને પગના ચાંદીના સાકડા દિનેશભાઇ ઠક્કર, સમર્પણ મહિલા મંડળ તરફ થી માં માટલું તેમજ દીકરીઓ ને પાનેતર વિનોદભાઇ સોલંકી તરફ થી સ્થળ ઉપર જ નોંધાવેલ છે. વ્હાલ સોયી દીકરીઓ ને કન્યાદાન કરીયાવર અને સુખમય લગ્નજીવન ના સર્વે ઉપસ્થિત મહાનુભાવોએ આશિષ પાઠવ્યા હતા. કાર્યાલય ઉદ્દઘાટન પ્રસંગે સાંસદ વિનોદભાઇ ચાવડા, કચ્છ જીલ્લા પ્રમુખ દેવજીભાઇ વરચંદ, જીલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય કેસુભાઇ પટેલ વિગેરે હાજર રહ્યા હતા.




Latest News