મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં એસટીમાં ચડતી વખતે બસ ચાલુ થઈ જતા ટાયર નીચે કચડાઈ જતાં વૃદ્ધા સારવારમાં


SHARE











વાંકાનેરમાં એસટીમાં ચડતી વખતે બસ ચાલુ થઈ જતા ટાયર નીચે કચડાઈ જતાં વૃદ્ધા સારવારમાં

વાંકાનેરના પુલ દરવાજા પાસે માર્કેટ ચોકમાં એસટી બસમાં વૃદ્ધા ચડતા હતા ત્યારે બસના ચાલકે બસ ચાલુ કરી દીધી હતી જેથી વૃદ્ધા નીચે પડી ગયા હતા અને તેના ડાબા પગ ઉપરથી બસનું વ્હીલ ફરી જવાના કારણે ડાબો પગ ગોઠવણથી નીચેના ભાગમાં ચીપાઈ ગયો હતો જેથી મહિલાને ગંભીર ઇજા થયેલ હોવાથી તેને સારવારમાં લઈ ગયા હતા અને વૃદ્ધાના પતિએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે એસટીના ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ જુનાગઢ જિલ્લાના બગડું ગામના રહેવાસી ત્રિકમભાઈ દેવરાજભાઈ ડોબરીયા (73એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે એસટી બસ નંબર જીજે 18 ઝેડ 9705 ના ચાલક સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના પત્ની વિજયાબેન ત્રીકમભાઈ ડોબરીયા (70) વાંકાનેરમાં પુલ દરવાજા પાસે માર્કેટ ચોકમાં એસટી બસ ઉભી હતી તેમાં બેસવા માટે જતા હતા દરમ્યાન આરોપીએ તેના હવાલા વાળી એસટી બસને ચાલુ કરી દેતા ફરિયાદીના પત્ની નીચે પડી ગયા હતા અને તેઓના ડાબા પગ ઉપરથી એસટી બસનું વ્હીલ ફરી ગયું હતું જેથી તેઓનો ડાબા પગનો ગોઠણથી નીચેનો ભાગ ચિપાઈ ગયો હતો અને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની ભોગ બનેલા વૃદ્ધાના પતિએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વરલી જુગાર

વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ સેન્સો ચોકડી પાસે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા જયસુખભાઈ રાજુભાઈ કોળી (30) રહે સરતાનપર ગામ તાલુકો વાંકાનેર વાળા મળી આવ્યો હતો જેથી પોલીસે 340 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરીને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આવી જ રીતે મોરબીમાં વાંકાનેર દરવાજા પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોય ત્યાં સ્થાનિક પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલીના આંકડા લેતા દિનેશભાઈ છત્રભુજભાઈ કારીયા (60) રહે. રુદ્ર ફ્લેટ વાઘાણી શેરી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 1600 રૂપિયાની રોકડ કબજે કરીને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News