મોરબીના વિદ્યુતનગર પાસે ઘરના બાથરૂમમાંથી દારૂની 8 બોટલ સાથે એક શખ્સ પકડાયો
SHARE
મોરબીના વિદ્યુતનગર પાસે ઘરના બાથરૂમમાંથી દારૂની 8 બોટલ સાથે એક શખ્સ પકડાયો
મોરબીના વિદ્યુતનગર વિસ્તાર પાસે આવેલ મફતીયાપરામાં રહેતા શખ્સનાં ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ઘરના બાથરૂમમાંથી દારૂની આઠ બોટલો મળી આવી હતી જેથી પોલીસે 2848 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વિદ્યુતનગર વિસ્તાર પાસે કાલિકા માતાજીના મંદિરની પાછળના ભાગમાં માફાતિયાપરા વિસ્તારમાં રહેતા સંજયભાઈ કોળીના મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરના બાથરૂમમાંથી દારૂની આઠ બોટલો મળી આવતા પોલીસે 2848 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી સંજયભાઈ ઉર્ફે રૂનજી જગદીશભાઈ ભડાણીયા (21) રહે. વિદ્યુતનગર કાલિકા માતાજીના મંદિર પાછળ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલને તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
બે બોટલ દારૂ સાથે પકડાયો
માળીયા મીયાણાની નવી તાલુકા પંચાયતની પીપળીયા ચાર રસ્તા તરફ જવાના રસ્તા ઉપર પસાર થયેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવતા પોલીસે 1,122 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી કરસનભાઈ દેશાભાઈ બકુત્રા (32) રહે. નાની બરાર તાલુકો માળીયા મીયાણા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે.