મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસેથી કતલખાને લઈ જવાતા 10 પાડાને બચાવ્યા: બે શખ્સો સામે ગુનો નોંધાયો


SHARE











મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસેથી કતલખાને લઈ જવાતા 10 પાડાને બચાવ્યા: બે શખ્સો સામે ગુનો નોંધાયો

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહેલ બોલેરો ગાડીને ગૌરક્ષકોએ પોલીસને સાથે રાખીને રોકી હતી ત્યારે તેમ 10 નાના પાડા દોરડા વડે બાંધીને લઈ જવામાં આવતા હોવાનું જોવા મળ્યું હતું જેથી અબોલજીવ તથા વાહન મળીને કુલ 4.15 લાખનો મુદ્દામાલ કબજે કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના ગૌરક્ષકોને હકીકત મળી હતી કે, કચ્છ બાજુથી રાજકોટ તરફ અબોલજીવને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે જેથી કરીને મોરબીના પીપળીયા ચાર ચોકડી પાસે પોલીસને સાથે રાખીને વોચ રાખી હતી ત્યારે મળેલ બાતમી મુજબની બોલેરો ગાડી નં જીજે 12 બીઝેડ 4341 ત્યાંથી પસાર થતાં તેને રોકોમાં આવી હતી અને તે ગાડીને ચેક કરવામાં આવી હતી જેમાંથી નાના 10 પાડા દોરડા વડે બાંધીને લઈ જવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું જેથી 15,000 રૂપિયાની કિંમતના અબોલજીવ તેમજ 4 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 4,15000 ના મુદ્દામાલને કબજે કર્યો હતો અને હાલમાં મોરબીની સોની બજાર પાસે આવેલ વેરાઈ શેરીમાં રહેતા ચેતનભાઇ ચંદ્રકાંતભાઈ પાટડીયા (30)એ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ઈદ્રીશભાઇ ગુલાબીભાઇ જત (23) અને ગુલઝારભાઈ હાજીજુસબભાઈ જત રહે. બંને નાના સરાડા તાલુકો ભુજ વાળા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે ગુલજારભાઈના કહેવાથી ઈદ્રીશભાઇએ પોતાના કબજા વાળી બોલેરો ગાડીમાં અબોલજીવને ભર્યા હતા અને હાલમાં ઈદ્રીશભાઇને પકડવામાં આવ્યા છે જોકે, ગુલજારભાઈને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

મારામારીમાં આધેડને ઇજા

મોરબીના છાત્રાલય રોડ ઉપર આવેલ આંબાવાડી વિસ્તારમાં રહેતા રમેશભાઈ પ્રભુભાઈ પ્રજાપતિ (56) નામના આધેડને મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાળક સારવારમાં

હળવદ તાલુકાના વડિયા ગામે રહેતા નીતિનભાઈ મારવાણીયાનો આઠ વર્ષનો દીકરો રિયાંશ તેના સાથે ટ્રેક્ટરમાં બેસીને જઈ રહ્યો હતો દરમિયાન કોઈ કારણસર તે ટ્રેક્ટરમાંથી નીચે પડી જતા તેને ડાબા હાથમાં ઇજા થઈ હતી જેથી બાળકને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News