રાજકોટનો રીઢો ચોર વાંકનેરમાંથી ચોરાઉ બાઉક સાથે ઝડપાયો
SHARE
રાજકોટનો રીઢો ચોર વાંકનેરમાંથી ચોરાઉ બાઉક સાથે ઝડપાયો
વાંકાનેરના ધરમ ચોક પાસે પીરમશાયક હોસ્પિટલની પાછળ યુવાને પોતાનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે 30,000 રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાન દ્વારા વાહન ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે તાત્કાલિક આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને ચોરાઉ બાઈક સાથે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના ગુલાબનગરમાં રહેતા ઇમરાનભાઈ અબ્બાસભાઈ ખલીફા (30) નામના યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે જણાવ્યુ હતું કે વાંકાનેરના ધરમ ચોક પાસે આવેલ પીરમશાયક હોસ્પિટલની પાછળના ભાગમાં તેણે પોતાનું બાઈક નંબર જીજે 10 કે 8807 કરીને મૂક્યું હતું જે ૩૦ હજાર રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી દરમિયાન હિતેન્દ્રસિંહ મનુભા ઝાલાને ટેકનિકલ સોર્સ તથા બાતમીદાર પાસેથી મળેલ બાપની આધારે અમરસિંહજી હાઇસ્કુલ પાસે ખુલ્લા ગ્રાઉન્ડમાંથી ચોરાઉ બાઈક સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેની પાસેથી બાઈકના જરૂરી કાગળો માગતા તેણે ગલ્લા તલ્લા કર્યા હતા જેથી તેની પૂછપરછ કરવામાં આવતા તેણે આ બાઈકની પીરમસાયક હોસ્પિટલ પાછળથી ચોરી કરી હોવાની કબુલાત આપી હતી જેથી પોલીસે ચોરાઉ બાઈક સાથે હનીફશા ઈબ્રાહીમશા શાહમદાર (36) રહે. ચુનારા વાડ ચોક શેરી નં-5 ભાવનગર રોડ રાજકોટ વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ચોરાઉ બાઇક કબજે કરવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જે શખ્સની ચોરાઉ બાઈક સાથે વાંકાનેર સિટી પોલીસની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે તેની સામે અગાઉ ચોરી સહિતના રાજકોટ અને મોરબી જિલ્લામાં કુલ મળીને 12 જેટલા ગુના નોંધાયેલા છે.