વાંકાનેર ના હોલમઢ ગામે વાડીએ વાઢેલ જાર નીચેથી ૫૬૪ બોટલ દારૂ તથા ૧૫૧૨ બીયરના ટીન મળ્યા, આરોપીની શોધખોળ
SHARE







વાંકાનેર ના હોલમઢ ગામે વાડીએ વાઢેલ જાર નીચેથી ૫૬૪ બોટલ દારૂ તથા ૧૫૧૨ બીયરના ટીન મળ્યા, આરોપીની શોધખોળ
વાંકાનેર તાલુકાના હોલમઢ ગામની સીમમાં આવેલ વાડીમાં દારૂનો જથ્થો હોવાની એલસીબીની ટીમને બાતમી મળી હતી જેથી ત્યાં રેડ કરી હતી ત્યારે વાડીમાં વાઢેલી લીલી જારના પુળા નીચેથી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો જેમા ૫૬૪ બોટલ ઇંગ્લીશ દારૂની બોટલો તથા ૧૫૧૨ બીયરના ટીનનો સમાવેશ થાય છે જેથી પોલીસે ૫,૨૭,૪૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મોરબી જીલ્લા એલસીબીના પીઆઇ એમ.પી.પંડયાની સુચના મુજબ પીએસઆઇ બી.ડી.ભટ્ટ તથા એલ.સી.બી. અને પેરોલફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કામ કરી રહ્યા છે તેવામાં પીઆઇ એમ.પી.પંડયાને ખાનગી રાહે હકિકત મળેલ હતી કે, બચુભાઇ પોપટભાઈ બોળીયા રહે.હોલમઢ વાળાએ હોલમઢ ગામની સીમ જાલીડા જવાના જુના કાચા રસ્તે આવેલ પોતાના કબ્જા ભોગવટા વાળી વાડીમાં લીલી વાઢેલ જારના પુળા નીચે ઇંગ્લીશ દારૂ અને બીયરનો જથ્થો સંતાડી રાખેલ છે અને તેનુ વેચાણ કરે છે. જેથી ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી બેેગપાઇપર ડીલક્ષ વ્હીસ્કીની મોટી ૫૬૪ બોટલ જેની કિંમત ૩,૩૮,૪૦૦ તેમજ કિંગફીશર સ્ટ્રોંગ પ્રીમીયમના ૧૫૧૨ બીયર જેની કિંમત ૧,૮૯,૦૦૦ આમ કુલ મળીને ૫,૨૭,૪૦૦ નો મુદામાલ કબજે કરેલ છે. જો કે, દારૂની રેડ કરી હતી ત્યારે આરોપી બચુભાઇ પોપટભાઇ બોળીયા રહે. હોલમઢ તાલુકો વાંકાનેર વાળો હાજર ન હોય તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

