મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન દ્રારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત "CEIR” પોર્ટલ ના ઉપયોગથી મોરબીમાંથી રૂા.૩,૮૧,૦૦૦ ની કિમતના કુલ ૨૧ ખોવાયેલ મોબાઈલો શોધી કાઢી અરજદારોને પરત આપ્યા હતા.
મોરબી ડીવાયએસપી પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોસીસ મથકના પીઆઇ આર.એસ.પટેલ અને સ્ટાફ દ્રારા પ્રયત્નો કરીને સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઇલ ખોવાયા અંગેના અરજદારોના ખોવાયેલ કે ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવામાં આવેલ છે.સ્ટાફને મળેલ સુચના અનુસંધાને મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પૃથ્વીરાજસિંહ જાડેજા તથા કપીલભાઇ ગુર્જરએ CEIR પોર્ટલનો ઉપયોગ કરી "CEIR" માં એંન્ટ્રી કરીને તેનું સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરી સર્વેલન્સ સ્ટાફે ખાસ જહેમત ઉઠાવી હતી.જેના પગલે કુલ ૨૧ મોબાઇલ કિંમત રૂ.૩,૮૧,૦૦૦ ના શોધી કાઢ્યા હતા.જે ડીવાયએસપી પી.એ.ઝાલા તથા પીઆઇની હાજરીમાં મોબાઇલના માલીકોને બોલાવીને પરત આપ્યા હતા.
આમ સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવીને પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર મોરબી સીટી એ ડીવીજન પોલીસએ સાર્થક કરેલ છે. તેમજ મોરબી શનાળા રોડ ન્યુ ગુજરાત હાઉસીંગ બોર્ડ સતેશ્વર મહાદેવ મંદીરની બાજુમા ફરીયાદીના ભાડાના મકાનમાંથી ચોરી થયેલ સોના-ચાંદીના દાગીના કિંમત રૂા.૧૦,૨૦,૦૦૦ તથા રોકડ રૂા.૩,૨૦,૦૦૦ નો મુદ્દામાલ પણ ફરીયાદીને સોપવામાં આવેલ છે.આમ ૨૧ મોબાઈલ તથા દાગીના તથા રોકડ રૂપીયા મળી.૧૭,૨૧,૦૦૦ નો મુદ્દામાલ લોકોને સોપેલ છે.આ કામગીરી એ ડિવિઝન પીઆઇ આર.એસ.પટેલ તથા પીએસઆઇ જે.સી.ગોહિલ તથા સ્ટાફના કિશોરભાઈ મિયાત્રા, સવજીભાઇ દાફડા, જયવંતસિંહ ગોહીલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, વિજયદાન હરદાન, હિતેશભાઇ ચાવડા, સિધ્ધરાજસિંહ જાડેજા, કપીલભાઇ ગુર્જર, પૃથ્વીરાજસિંહ જાડેજા, જયદીપભાઇ ગઢવી, કોમલબેન મિયાત્રા તથા મોનાબેન રાઠોડ દ્વારા કરવામાં આવી હતી.