મોરબીના ટંકારામાં હરબટીયાળી નજીક સ્કુટરને કાર ચાલકે હડફેટે લેતા બે પૈકી એક યુવતીનું મોત
મોરબી : દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સને પાસા તળે વડોદરા જેલમાં ધકેલ્યો
SHARE
મોરબી : દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સને પાસા તળે વડોદરા જેલમાં ધકેલ્યો
મોરબી એલસીબી ટીમે હરિયાણાના એક શખ્સને ડીટેઈન કરી વિદેશી દારૂના ગુન્હામાં હાલમાં પાસા તળે વડોદરા મધ્સ્થ જેલ હવાલે કરવામાં આવ્યો છે.
મોરબી જીલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી.બી.જાડેજાની સુચનાથી જીલ્લા મેજીસ્ટ્રેટમાં પાસા દરખાસ્ત મુકાઇ હતી જે અનુસંધાને ઈશ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરીને પીએસઆઈ એન.બી.ડાભીએ રધુવીરસિંહ રામેશ્વરલાલ કસવા (ઉ.૩૦) રહે.ગુસાઈઆના હરિયાણા વાળો કેજે અનેક વખત દારૂના ગુનામાં સંડોવાયેલ હોય તેને ડીટેઈન કરી વડોદરા મધ્સ્થ જેલ હવાલે કર્યો હતો.