મોરબીના ટંકારામાં હરબટીયાળી નજીક સ્કુટરને કાર ચાલકે હડફેટે લેતા બે પૈકી એક યુવતીનું મોત
SHARE
મોરબીના ટંકારામાં હરબટીયાળી નજીક સ્કુટરને કાર ચાલકે હડફેટે લેતા બે પૈકી એક યુવતીનું મોત
આર્ય વિદ્યાલયમાં નોકરી કરતી બે યુવતીઓ નાસ્તો લઈને પરત ફરતી હતી ત્યારે કાર કાળ બનીને ત્રાટકી
મોરબી-રાજકોટ હાઇવે ઉપર આવેલા ટંકારા તાલુકાના હરબટીયાળી નજીક કાર ચાલકે ડબલ સવારીમાં જતા સ્કુટરને હડફેટે લેતા બે યુવતીઓને ઇજાઓ થતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડાઇ હતી જ્યાં એકનું ટુંકી સારવાર બાદ મોત નીપજયું છે.
ટંકારા પોલીસ મથકના આઇ.ટી.જામના જણાવ્યા પ્રમાણે મોરબી-રાજકોટ હાઇવે ઉપર ટંકારાના હરબટીયાળી નજીક વાહન અકસ્માત સર્જાયો હતો. જેમા ટંકારા તાલુકાના હમિરપર ગામની ચારૂલબેન મનસુખભાઈ ભીમાણી (ઉમર ૨૦) અને તેની સાથે બંગાવડી ગામની હિનાબેન પરમાર તેમના સ્કુટર નંબર જીજે ૩૬ એમ ૩૭૪૦ લઈને જતી હતી. ત્યારે હરબટીયાળી નજીક પાછળથી આવતી કાળા કલરની કાર નંબર જીજે ૩૬ બી ૪૧૭૭ ના ચાલકે સ્કુટરને પાછળથી હડફેટે લેતા આર્ય વિદ્યાલય નામની ખાનગી શાળામાં નોકરી કરતી ચારૂબેન ભીમાણી તેમજ હિનાબેન પરમાર નામની બે યુવતીઓ રોડ ઉપર પટકાતા બંનેને માથા તેમજ પગે ગંભીર ઇજાઓ થતા ટંકારાથી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવી હતી.જોકે રાજકોટ ખાતે ટુંકી સારવાર બાદ ચારૂલબેન ભીમાણીનું મોત નિપજયુ હતું જયારે હિનાબેન પરમાર સારવાર હેઠળ છે.બનાવ સંદર્ભે મૃતક ચારૂલબેનના પિતા મનસુખભાઈ નાનજીભાઈ ભીમાણી રહે.હમીરપર વાળાએ કાળા કલરની ફીગો કારના ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવેલી હોય હાલમાં ટંકારા પોલીસ મથકના આઇ.ટી.જામે કારચાલક સામે ફરીયાદ નોંધીને આગળની તજવીજ શરૂ કરેલ છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”