ફિલ્મી સ્ટંટ ?: મોરબીમાં બોલેરોમાં ભરેલ ઓવરલોડ માલમાંથી વસ્તુઓ પડું-પડું હોવા છતાં વાહન બેફામ ગતિએ રોડ ઉપર દોડતું રહ્યું ! સાબ્બાસ: દિલ્હીમાં અભ્યાસ કરતી રેપ પીડિત દીકરીની શિક્ષણ ફી મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ભરવામાં આવી મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન મોરબી જિલ્લામાં ખેડૂતોએ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી વખતે સાવચેતી રાખવા અનુરોધ મોરબી જિલ્લાના ૬,૩૨૭ થી વધુ ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલથી કરાવી નોંધણી મોરબીના હજનાળી ગામે મંદિરમાંથી 9.91 લાખના આભૂષણો-છતરની ચોરી, તસ્કરોને પકડવા દોડધામ ટંકારા આઈ.ટી.આઈ. ખાતે ૧૯ નવેમ્બરે ભરતીમેળો યોજાશે ખેડૂતોને મળશે ભીડમાંથી મુક્તિ: મોરબી જિલ્લામાં ફર્ટિલાઈઝર વિતરણની નવી ડિજિટલ પહેલ: હવે FFS એપ દ્વારા ખાતરનું એડવાન્સ બુકિંગ કરી શકાશે
Breaking news
Morbi Today

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે શુભમ કોમ્પ્લેક્સમાં ઓફિસમાંથી 10 બોટલ દારૂ સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ


SHARE





































મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે શુભમ કોમ્પ્લેક્સમાં ઓફિસમાંથી 10 બોટલ દારૂ સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ શુભમ કોમ્પ્લેક્સમાં આવેલ ઓફિસમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 10 બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે 13,000 રૂપિયાની કિંમતની દારૂની બોટલો સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે અને દારૂનો જથ્થો આપી જનાર શખ્સનું નામ સામે આવ્યું હોય હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ શુભમ કોમ્પ્લેક્સમાં રાજેશભાઈ અઘારાની ઓફિસ નંબર 339 માં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઓફિસમાંથી દારૂની 10 બોટલ મળી આવતા પોલીસે 13,000 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી રાજેશભાઈ દલસુખભાઈ અઘારા (30) રહે. સીએનજી પમ્પની સામે સિંગના કારખાના વાળી શેરીમાં મહેન્દ્રનગર વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક દરમિયાન આ ઇંગ્લિશ દારૂનો જથ્થો તેને રાજુભાઈ કોળી રહે. લાલપર વાળા આપી ગયા હોવાનું સામે આવતા બંનેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને દારૂનો જથ્થો આપનાર શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

એક બોટલ દારૂ

મોરબી નજીક સિરામિક સિટીના ગેટ પાસેથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 356 ની કિંમતની દારૂની બોટલ સાથે આરોપી ચિરાગભાઈ પ્રભુભાઈ કાવર (35) રહે. નિત્યાનંદ સોસાયટી શેરી નં-2 હાઉસિંગ બોર્ડ પાછળ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

136 દેશી દારૂ સાથે એક પકડાયો, એકની શોધખોળ

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામની સીમમાં મોરલ સીરામીકની સામેના ભાગમાં જાહેરમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુદા જુદા બાચકામાંથી કુલ મળીને 136 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 27,200 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી મામદભાઈ ઉર્ફે ડાડો ફતેહમામદ કટિયા (24) રહે. કાંતિનગર મસ્જિદ પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન જુસબ હબીબભાઈ જામ રહે. વેજીટેબલ રોડ મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય બંને સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે અને હાલમાં પોલીસે જુસબ જામને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
















Latest News