માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂ ભરેલ કાર સાથે મોરબીના શખ્સની ધરપકડ: 2.53 લાખનો મુદામાલ કબજે
SHARE










માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂ ભરેલ કાર સાથે મોરબીના શખ્સની ધરપકડ: 2.53 લાખનો મુદામાલ કબજે
માળીયા મીયાણા ત્રણ રસ્તા પાસેથી પસાર થતી આઈ 20 કાર પસાર થઈ રહી હતી જેને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે ગાડીમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ અને કાર મળીને 2.53 લાખથી વધુનો મુદામાલ કબજે કરીને એક શખ્સની ધરપકડ કરેલ છે અને તેની સામે ગુનો નોંધાયેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીયાણા ત્રણ રસ્તા પાસેથી પસાર થતી આઈ 20 કાર નંબર જીજે 36 એએફ 7158 ને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તે ગાડીમાંથી 18 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ તથા કાર મળીને 2,53,600 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી ધનરાજસિંહ શાંતુભા મકવાણા (25) રહે. વાવડી રોડ શ્રીજી પાર્ક મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ તાલુકાના જુના માલણીયાદ ગામની સીમમાં દલસુખભાઈ ઉર્ફે દાઉદ કોળીની વાડી સામે ખેતીની જમીનમાં ખારી નદીના કાંઠે બાવળની કાંટમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 500 લીટર આથો તેમજ પાંચ લિટર તૈયાર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 13,500 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જો કે, દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર આરોપી દલસુખભાઈ ઉર્ફે દાઉદ વિનોદભાઈ કોળી રહે. જુના માલણીયાદ તાલુકો હળવદ વાળો હાજર ન હોવાથી પોલીસે તેની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

