ફિલ્મી સ્ટંટ ?: મોરબીમાં બોલેરોમાં ભરેલ ઓવરલોડ માલમાંથી વસ્તુઓ પડું-પડું હોવા છતાં વાહન બેફામ ગતિએ રોડ ઉપર દોડતું રહ્યું ! સાબ્બાસ: દિલ્હીમાં અભ્યાસ કરતી રેપ પીડિત દીકરીની શિક્ષણ ફી મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ભરવામાં આવી મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન મોરબી જિલ્લામાં ખેડૂતોએ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી વખતે સાવચેતી રાખવા અનુરોધ મોરબી જિલ્લાના ૬,૩૨૭ થી વધુ ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલથી કરાવી નોંધણી મોરબીના હજનાળી ગામે મંદિરમાંથી 9.91 લાખના આભૂષણો-છતરની ચોરી, તસ્કરોને પકડવા દોડધામ ટંકારા આઈ.ટી.આઈ. ખાતે ૧૯ નવેમ્બરે ભરતીમેળો યોજાશે ખેડૂતોને મળશે ભીડમાંથી મુક્તિ: મોરબી જિલ્લામાં ફર્ટિલાઈઝર વિતરણની નવી ડિજિટલ પહેલ: હવે FFS એપ દ્વારા ખાતરનું એડવાન્સ બુકિંગ કરી શકાશે
Breaking news
Morbi Today

મોરબીમાં જિલ્લા કક્ષાની સ્પોર્ટસ કોલેજ માટે ઈચ્છુક સરકારી-ખાનગી કોલેજીસ કે સંસ્થાઓ કરી શકશે ઓનલાઈન અરજી


SHARE





































મોરબીમાં જિલ્લા કક્ષાની સ્પોર્ટસ કોલેજ માટે ઈચ્છુક સરકારી-ખાનગી કોલેજીસ કે સંસ્થાઓ કરી શકશે ઓનલાઈન અરજી

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬માં દરેક જિલ્લામાં ‘જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ’ શરૂ કરવામાં આવનાર છે. જે અંતર્ગત પ્રથમ તબક્કમાં ૫ (ઝોનમાં ૫ ‘જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ’ (DLSC) શરૂ કરવા માટે રસ ધરાવતી સંસ્થાઓ જેવી કે, સરકારી તથા ખાનગી કોલેજો કે સંસ્થાઓ પાસેથી તા.૧૫ થી ૩૦ સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

‘જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ’ અંગેની ઓનલાઈન અરજી sportsauthority.gujarat.gov.in વેબસાઈટ પરથી કરી શકાશે. જયારે ‘જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ’ પસંદગી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના ધારા-ધોરણો મુજબ કરવામાં આવશે. રાજ્યની હયાત યુનિવર્સિટી/ યુનિવર્સિટીની માન્યતા ધરાવતી કોલેજની જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ તરીકે વિચારણા કરી શકાશે. UGC સાથે સંલગ્ન યુનિવર્સિટી અથવા યુનિવર્સિટી સંલગ્ન અનુદાનિત, બિન અનુદાનિત કે સ્વ-નિર્ભર કોલેજનો સમાવશે કરી શકાશે. રમતના મેદાનો માટે ઓછામાં ઓછી ૫ એકર જમીનની ઉપલબ્ધિ જેમાં યુનિવર્સિટી/ કોલેજમાં ઉપલબ્ધ મેદાન અને ઈન્ડોર રમતની માળખાકીય સુવિધાઓનો પણ સમાવેશ થશે. સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના જિલ્લા રમત સંકુલ નજીકની કોલેજ હોય તો તેને છુટછાટ આપી શકાશે તેમજ ડી.એલ.એસ.એસ. શાળાની નજીકની કોલેજ/યુનિવર્સિટીને અગ્રતા આપવામાં આવશે. ઓછામાં ઓછા ર00 વિદ્યાર્થીઓ/ વિદ્યાર્થીનીઓ માટે હોસ્ટેલ સુવિધા અને પ્રાથમિક ખેલ સુવિધા અને વિકસિત મેદાન ઉપલબ્ધ હોય તે પ્રથમ પસંદગીને પાત્ર છે.
















Latest News