મોરબી : આગમાં કાર ટોટલ લોસ થતા વિમેદારને પુરી વિમા રકમ અપાવવામાં ગ્રાહક સુરક્ષા મંડળની જહેમત ફળી
મોરબી તાલુકા પંચાયતમાં યોજાયેલ 99 લોકોએ કર્યું રકતદાન: ધારાસભ્ય-ડીડીઓ સહિતના હાજર રહ્યા
SHARE










મોરબી તાલુકા પંચાયતમાં યોજાયેલ 99 લોકોએ કર્યું રકતદાન: ધારાસભ્ય-ડીડીઓ સહિતના હાજર રહ્યા
મોરબી તાલુકા પંચાયત કચેરી દ્રારા રકતદાનનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને જુદીજુદી બે બ્લડ બેંકો દ્રારા બ્લડ કલેકશન કરવામાં આવ્યું હતું જેમાં લાઈફ કેર બ્લડ બેંક દ્રારા ૩૪ યુનિટ અને સંસ્કાર બ્લડ બેંક દ્રારા 65 યુનિટ આમ કુલ 99 યુનિટ બ્લડ કલેકશન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી તાલુકા પંચાયત કચેરીના ઓફિસ સ્ટાફ, તમામ તલાટી કમ મંત્રીઓ, IRD સ્ટાફ તથા તાલુકા પંચાયતના તમામ સદસ્યઓ, સરપંચઓ તથા મોરબી તાલુકાના સેવાભાવી લોકોએ પણ સહયોગ આપ્યો હતો. આ તકે ડીડીઓ જે.એસ.પ્રજાપતિ IAS , ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ તેમજ ઉપપ્રમુખ અને ચેરમેનો તથા અન્ય સદસ્યો તેમજ ટીડીઓ પી.એસ.ડાંગર સહિતના હાજર રહ્યા હતા.

