​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત
Breaking news
Morbi Today

ટંકારાના ડેમી-૨ ડેમના ૬ દરવાજા ખોલીને સિંચાઇ માટે નદીમાં પાણી છોડવામાં આવશે


SHARE









ટંકારાના ડેમી-૨ ડેમના ૬ દરવાજા ખોલીને સિંચાઇ માટે નદીમાં પાણી છોડવામાં આવશે

ટંકારા તાલુકાનાં નસીતપર ગામ પાસે ડેમી-૨ ડેમ આવેલ છે તે ડેમની નીચેના ભાગમાં આવેલ ચેકડેમને ભરવા માટે સિંચાઈ વિભાગ દ્વાર કાલે ડેમના દરવાજા ખોલીને પાણી નદીમાં છોડવામાં આવશે.

ટંકારા તાલુકામાં આવેલ ડેમી નદીમાં બનાવવામાં આવેલ ચેકડેમો ભરવા માટે ડેમી-૨ ડેમમાંથી કુલ ૩૭ MCFT પાણી છોડવા માટેની રજૂઆત કરવામાં આવી હતી જે દરખાસ્ત મંજુર કરવામાં આવેલ છે જેથી તા ૧૫ ને ગુરુવારે બપોરે ૨ વાગ્યે ડેમી-૨ ડેમના ૬ દરવાજાને ૧ ફૂટ સુધી ખોલીને નદીમાં પાણી છોડવામાં આવશે અને કુલ મળીને ૩૫૧૭ કયુસેક પાણી નદીમાં છોડવામાં આવશે. જો કે, નદીમાં પાણી છોડતા પહેલા ટંકારા તાલુકાના નસીતપર, નાના રામપર, મોટા રામપર તથા મોરબીના ચાચાપર, ખાનપર અને કોયલી ગામને એલર્ટ કરવામાં આવેલ છે. 




Latest News