ફિલ્મી સ્ટંટ ?: મોરબીમાં બોલેરોમાં ભરેલ ઓવરલોડ માલમાંથી વસ્તુઓ પડું-પડું હોવા છતાં વાહન બેફામ ગતિએ રોડ ઉપર દોડતું રહ્યું ! સાબ્બાસ: દિલ્હીમાં અભ્યાસ કરતી રેપ પીડિત દીકરીની શિક્ષણ ફી મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ભરવામાં આવી મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન મોરબી જિલ્લામાં ખેડૂતોએ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી વખતે સાવચેતી રાખવા અનુરોધ મોરબી જિલ્લાના ૬,૩૨૭ થી વધુ ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલથી કરાવી નોંધણી મોરબીના હજનાળી ગામે મંદિરમાંથી 9.91 લાખના આભૂષણો-છતરની ચોરી, તસ્કરોને પકડવા દોડધામ ટંકારા આઈ.ટી.આઈ. ખાતે ૧૯ નવેમ્બરે ભરતીમેળો યોજાશે ખેડૂતોને મળશે ભીડમાંથી મુક્તિ: મોરબી જિલ્લામાં ફર્ટિલાઈઝર વિતરણની નવી ડિજિટલ પહેલ: હવે FFS એપ દ્વારા ખાતરનું એડવાન્સ બુકિંગ કરી શકાશે
Breaking news
Morbi Today

મોરબી નજીકથી માટીની આડમાં બિયરની હેરફેરી: 112 બીયર ભરેલ ટ્રક સાથે એક પકડ્યો, 30.17 લાખનો મુદામાલ કબ્જે


SHARE





































મોરબી નજીકથી માટીની આડમાં બિયરની હેરફેરી: 112 બીયર ભરેલ ટ્રક સાથે એક પકડ્યો, 30.17 લાખનો મુદામાલ કબ્જે

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ સીરામીકની સામેના ભાગમાંથી પસાર થયેલ માટી ભરેલા ટ્રકને રોકીને પોલીસે ચેક કરતા માટીની આડમાં બિયરના જથ્થાની હેરાફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે 112 બિયરના ટીમ તથા ટ્રક અને અન્ય મુદ્દા માલ મળીને કુલ ૩૦,17,992 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ટ્રક ચાલકની હાલમાં ધરપકડ કરવામાં આવેલ છે. જોકે, માલ મંગાવનાર તથા તપાસમાં જેના નામ ખૂલે તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઈશ્વરભાઈ કલોતરા, ભરતભાઈ જીલરીયા, ભગીરથસિંહ ઝાલા અને વિક્રમભાઈ રાઠોડને સંયુક્તમાં બાતમી મળી હતી કે ટ્રક ટ્રેલર નંબર આરજે 21 જીડી 0930 મા માટીની આડમાં રાજસ્થાનથી દારૂ બિયરનો જથ્થો ભરીને લઈ આવવામાં આવી રહેલ છે જેથી મળેલ બાતમી મુજબના ટ્રકને પકડવા માટે થઈને વોચ રાખવામાં આવી હતી તેવામાં મોરબી માળિયા નેશનલ હાઈવે રોડ ઉપર મરક્યુના સીરામીકની સામેના ભાગમાંથી ટ્રક ટેલર મળી આવતા માટી ભરેલા ટ્રકને ચેક કરવામાં આવતા તેમાંથી 112 બિયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને 12,992 ની કિંમતનો જથ્થો તથા 30 લાખ રૂપિયાની કિંમતનો ટ્રક અને 5000 રૂપિયાની કિંમતનો મોબાઇલ ફોન આમ કુલ મળીને 30,17,992 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને આ ટ્રકના ડ્રાઇવર આરોપી રાજેન્દ્ર કાનારામભાઈ બાંગડા (36) રહે. બીટ્ટન તાલુકો મેડતા જિલ્લો નાગોર રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે અને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ડ્રાઈવર ઉપરાંત માલ મંગાવનાર તથા તપાસમાં જેના નામ ખૂલે તેની સામે ગુનો નોંધીને બાકીના આરોપીઓને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે.
















Latest News