મોરબીના નીચીમાંડલ પાસે કારખાનાના માટી ખાતામાં પગ લપસી જવાથી નીચે પટકાયેલ યુવાનનું મોત
વાંકાનેરના તીથવા નજીક તળાવ પાસેથી યુવાનનું કોઈપણ કારણોસર મોત
SHARE







વાંકાનેરના તીથવા નજીક તળાવ પાસેથી યુવાનનું કોઈપણ કારણોસર મોત
વાંકાનેરના તીથવા ગામની સીમમાં આવેલ ગેબનશાપીરની દરગાહ સામે તળાવ પાસેથી યુવાન મૃત હાલતમાં મળી આવ્યો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યારબાદ હોસ્પિટલ મારફતે આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના તીથવા ગામની સીમમાં ગેબનશાહ પીરની દરગાહ સામે વરડુસર તળાવ પાસે રહેતા પ્રકાશભાઈ લાખાભાઈ બાર (30) નામના યુવાનનું કોઈપણ કારણોસર વરડુસર તળાવ પાસે મૃત્યુ નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતમાં ઇજા
મોરબી તાલુકાના ધરમપુર ગામે રહેતા મહેશભાઈ રઘુભાઈ (45) નામના યુવાનને ટિંબડી ગામના પાટીયા પાસે હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી
કુકર ફટયું
મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ સોમનાથ પેપર મીલના લેબર કવાર્ટરમાં રહેતો નરેશભાઈ કેશુભાઈ વર્મા (22) નામનો યુવાન લેબર કવાર્ટરમાં હતો ત્યારે ત્યાં કુકર ફાટતાં દાજી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
