મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના બેલા (આ) નજીક ચણા ભરેલ ટ્રક પલ્ટી જતાં ગુણીઓની નીચે દબાઈ જવાથી યુવાનનું મોત


SHARE







મોરબીના બેલા (આ) નજીક ચણા ભરેલ ટ્રક પલ્ટી જતાં ગુણીઓની નીચે દબાઈ જવાથી યુવાનનું મોત

મોરબીના બેલા (આ) રોડ ઉપર આમરણ ગામની ગોળાઈ પાસેથી ચણાની ગુણીઓ ભરેલ ટ્રક પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે બેફિકરાઈથી વાહન ચલાવતા ટ્રક પલટી મરી ગયો હતો ત્યારે ટ્રકના ડ્રાઇવર અને તેમાં કેબિનમાં બેઠેલા બે વ્યક્તિઓને નાના મોટી ઈજા થઈ હતી જો કે, પાછળના ભાગે બેઠેલ યુવાન ચણાની ગુણીઓ નીચે દબાઈ ગયો હતો જેથી તેને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માત બાદ આરોપી પોતાનો ટ્રક સ્થળ ઉપર છોડીને નાસી ગયો હતો જેથી આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈનોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બેલા આમરણ ગામે રહેતા વલીમામદભાઇ ઉમરભાઇ જામ (45)એ ટ્રક નંબર જીજે 14 ઝેડ 5777 સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, બેલા આમરણ રોડ ઉપર આમરણ ગામની ગોળાઈ પાસેથી આરોપી પોતાના ટ્રકમાં ચણાની ગુણીઓ ભરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા હતા ત્યારે ફરિયાદીનો ભાઈ કાદર ઉમરભાઇ જામ ટ્રકની પાછળના ભાગમાં બેઠો હતો જ્યારે સમીરભાઈ અને અમિતભાઈ ટ્રકની કેબિનમાં બેઠેલા હતા અને આમરણ ગામની ગોળાઈ પાસે ટ્રકના ચાલકે કોઈ કારણોસર પોતાના વાહનના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા તેનો ટ્રક પલટી મારી ગયો હતો જે બનાવમાં ફરિયાદીનો ભાઈ ચણાની ગુણીઓ નીચે દબાઈ ગયો હોવાના કારણે તેને શરીરે, વાંસામાં અને ડાબા હાથમાં ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું જ્યારે સમીરભાઈને હાથે પગે ઇજાઓ થયેલ હતી અને અકસ્માતના આ બનાવ બાદ ટ્રક ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયો હતો જેથી મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.

દેશી દારૂની ભઠ્ઠી

મોરબીના શોભેસ્વર રોડે આવેલ આવેડાની બાજુમાં રહેતા રમેશભાઈ ટીડાણીના મકાનમાં દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પાંચ લિટર દેશી દારૂ, 60 લીટર દેશી દારૂનો આથો અને અન્ય મુદ્દા માલ મળી આવતા પોલીસે કુલ 4200 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે જોકે, રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોવાથી હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રમેશભાઈ ગોપાલભાઈ ટીડાણી રહે. ત્રાજપર એસઆર પંપની પાછળ ભરવાડ સમાજની વાડી નજીક મોરબી વાળાની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News