મોરબીના ફાટસર-બંધુનગર ગામે જુદી જુદી બે જગ્યાએ બે યુવાનોએ કર્યો આપઘાત
મોરબીમાંથી ગુમ થયેલ યુવાનનો મચ્છુ નદીમાંથી મૃતદેહ મળ્યો
SHARE
મોરબીમાંથી ગુમ થયેલ યુવાનનો મચ્છુ નદીમાંથી મૃતદેહ મળ્યો
મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં રમેશ કોટક મિલ પાસે રહેતો યુવાને બે દિવસ પહેલા ગુમ થઈ ગયો હતો અને ત્યારબાદ ગઈકાલે બપોરે મચ્છુ નદીમાં પાણીમાં ડૂબી ગયેલા હાલતમાં તેની લાશ મળી આવી હતી જેથી તેને મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ રમેશ કોટન મીલની અંદર રહેતા સંજયભાઈ મેઘજીભાઈ ઉઘરેજા (35) નામનો યુવાન ગત તા. 22 ના રોજ પોતાના ઘરેથી ગુમ થઈ ગયો હતો ત્યારબાદ તે યુવાનને તેના પરિવારજનો શોધી રહ્યા હતા દરમિયાન ગઈકાલે બપોરે 11:00 વાગ્યાના અરસામાં વીસીપરા પાસે મચ્છુ નદીમાં ઈંટના ભઠ્ઠા સામે પાણીમાં ડૂબી ગયેલ હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યાવહી હાથ ધરી છે અને આગળની વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના બી.કે. દેથા ચલાવી રહ્યા છે
વરલી જુગાર
માળીયા મીયાણાના અણીયારી ટોલનાકા પાસે આવેલ પટેલ પાન નજીક જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી મુકેશ ઉર્ફે ગુજી બાબુભાઈ દેગામા (41) રહે. ખાખરેચી વાળો વરલીના આંકડા લેતા મળી આવતા પોલીસે તેની પાસેથી 350 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની સામે ગુનો નોંધાયો છે