મોરબીમાં ઘરે બેભાન થઈ ગયેલ વૃદ્ધાનું સારવારમાં મોત: કારખાનાના ક્વાર્ટરમાં ચક્કર આવતા પડી જવાથી મહિલાનું મોત
SHARE
મોરબીમાં ઘરે બેભાન થઈ ગયેલ વૃદ્ધાનું સારવારમાં મોત: કારખાનાના ક્વાર્ટરમાં ચક્કર આવતા પડી જવાથી મહિલાનું મોત
મોરબીના નીચી માંડલ ગામ પાસે આવેલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં ચક્કર આવતા પડી જવાથી પરણીતાનું મોત નીપજ્યું છે જ્યારે મોરબીના ગીતા પાર્ક વિસ્તારમાં રહેતા વૃદ્ધા પોતાના ઘરે બેભાન થઈ ગયા હતા જેથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ચાલુ સારવાર દરમિયાન તે વૃદ્ધનું મોત નીપજ્યું છે જે બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના નીચી માંડલ ગામ પાસે આવેલ ઇટાસીસ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા રૂપાબેન દિનેશભાઈ માલિ (18) નામની પરણીતા પોતાના લેબર કવાર્ટરમાં હતી ત્યારે કોઈપણ કારણોસર તેને ચક્કર આવતા તે પડી ગઈ હતી અને તે મહિલાનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે મોરબીમાં આવેલ ગીતા પાર્ક સોસાયટીમાં રહેતા કોકીલાબેન વાલજીભાઈ ચૌહાણ (60) નામના વૃદ્ધા પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર તે બેભાન થઈ ગયા હતા જેથી 108 મારફતે તેઓને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે વૃદ્ધાનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.