મોરબીની રાજપર ચોકડી પાસેથી બોલેરોમાં કતલખાને લઈ જવાતા બે બળદને ગૌરક્ષકોએ બચાવ્યા: એકની ધરપકડ, બેની શોધખોળ
SHARE
મોરબીની રાજપર ચોકડી પાસેથી બોલેરોમાં કતલખાને લઈ જવાતા બે બળદને ગૌરક્ષકોએ બચાવ્યા: એકની ધરપકડ, બેની શોધખોળ
મોરબીની રાજપર ચોકડી પાસેથી પસાર થતી બોલેરો પિકઅપ ગાડીને રોકીને ગૌરક્ષકો દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી બે બળદને બાંધીને કતલખાને લઈ જતા હોય તેવું સામે આવ્યું હતું જેથી બંને અબોલ જીવને બચાવી લેવામાં આવ્યા હતા અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી પોલીસે હાલમાં કુલ મળીને 5,10,000 ની કિંમતનો મુદામાલ કબજે કર્યો છે અને એક આરોપીની ધરપકડ કરેલ છે જો કે, બે શખ્સોને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ગૌરક્ષકોને મળેલ બાતમી આધારે તેઓએ સનાળા ગામ નજીક આવેલ રાજપર ચોકડી પાસે વોચ રાખી હતી ત્યારે ત્યાંથી બોલેરો પીકઅપ ગાડી નંબર જીજે 36 વી 7251 થી પસાર થઈ રહી હતી જેને રોકીને ચેક કરવામાં આવી હતી ત્યારે તેમાંથી કુરતાપૂર્વક બાંધેલી હાલતમાં બે બળદ મળી આવ્યા હતા જેથી તે બંને ગૌવંશને બચાવ્યા હતા અને હાલમાં નવી પીપળી ગામે આવેલ મારુતિ નગરમાં રહેતા વૈભવભાઈ જીતેશભાઈ ઝાલરીયા (27)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિજયભાઈ ધનાભાઈ બાલાસરા (30) રહે, વેણાસર, મેહુલભાઈ બોરીચા રહે. લતીપર અને ઈકબાલભાઈ રહે. કાજરડા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, બોલેરો પીકઅપ ગાડીમાં બંને અબોલ જીવને પાસ પરમિટ વગર લઈ જવામાં આવી રહ્યા હતા જેથી 10,000 ની કિંમતના બે અબોલ જીવને 5 લાખ રૂપિયાની કિંમતની ગાડી કુલ મળીને 5.10 લાખનો મુદ્દામાલ સાથે વિજયભાઈ ધનાભાઈ બાલાસરાની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય બે શખ્સોને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.