હળવદ: સ્પામાં કામ કરતી મહિલાએ ઉછીના આપેલા રૂપિયા પાછા આપવા બોલાવીને મારમાર્યો, જાનથી મારી નાખવાની ધમકી
SHARE
હળવદ: સ્પામાં કામ કરતી મહિલાએ ઉછીના આપેલા રૂપિયા પાછા આપવા બોલાવીને મારમાર્યો, જાનથી મારી નાખવાની ધમકી
સ્પામાં કામ કરતી મહિલાએ કડીયાણા ગામના શખ્સને ઉછીના રૂપિયા આપેલ હતા જે ઉછીના પૈસા મહિલાને પાછા આપવા માટે હળવદ મોરબી ચોકડી પાસે મહિલાને બોલાવી હતી અને ત્યાં રૂપિયા પાછા ન આપીને મહિલાને ગાળો આપીને જાપટો મારી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા હાલમાં કુલ મળીને ચાર શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ પાર્થ હોટલમાં રહેતા રૂકસારબેન ગૌરવભાઈ મનોર (30)એ મુમાભાઈ ઉર્ફે રાઘુ ઉર્ફે રાધે હીરાભાઇ રાતડીયા રહે. કડીયાણા તથા અન્ય ત્રણ તેના મિત્રો આમ કુલ મળીને ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં મહિલાએ જણાવ્યુ છે કે, ફરિયાદી પાસેથી આરોપીએ ઉછીના પૈસા લીધા હતા જે પરત દેવા માટે થઈને તેને હળવદ મોરબી ચોકડી પાસે બોલાવવામાં આવી હતી અને ત્યાં ફરિયાદી મહિલાએ ઉછીના આપેલા પૈસા પાછા ન આપીને ગાળો આપીને જાપાટો મારી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કુલ મળીને ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.