મોરબી ફ્રી ટિફિન સેવા પરિવાર દ્વારા ઉદ્યોગકારોના સહકારથી રાહતદારે ચોપડા-સ્ટેશનરી વિતરણનું આયોજન
મોરબીના રાજપર નજીક કારખાનામાં કામ કરતાં મહિલાનો હાથ મશીનમાં આવી જતાં સારવારમાં
SHARE
મોરબીના રાજપર નજીક કારખાનામાં કામ કરતાં મહિલાનો હાથ મશીનમાં આવી જતાં સારવારમાં
મોરબીના રાજપર ગામ નજીક આવેલ કારખાનામાં કામગીરી દરમિયાન આધેડ મહિલાનો હાથ મશીનમાં આવી ગયો હતો. જેથી તેને ઈજા પામેલ હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા પાર્વતીબેન મૂળજીભાઈ પટેલ (51) નામની મહિલા ઉન્નતિ પ્લાસ્ટિક નામના કારખાનામાં મશીન ઉપર કામ કરી હતી દરમિયાન કોઈ કારણસર તે મહિલાનો હાથ મશીનમાં આવી જવાના કારણે તેને ઇજા થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
યુવાનને માર માર્યો
મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ શિવમ બ્લેક રોક ખાતે રહેતા હસીરભાઈ ગિલદારભાઈ બરડે (28) નામના યુવાનને એફિલ વિટ્રીફાઈડ પાસે કોઈ કારણોસર જગદીશભાઈ નામના વ્યક્તિએ ઝઘડો કરીને લોખંડના કટ્ટા વડે માર મારતા ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી.
બાળક સારવારમાં
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા પરિવારના હાસિલ સંજયભાઈ ઇન્દરિયા (7) નામના બાળકને સાયકલ ઉપરથી પડી જવાને કારણે ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરેલ છે.