મોરબીના રાજપર નજીક કારખાનામાં કામ કરતાં મહિલાનો હાથ મશીનમાં આવી જતાં સારવારમાં
મોરબીમાં ઉશ્કેરાટમાં આવીને યુવાને પોતાના જ પગ ઉપર છરીનો ઘા ઝીકયો: રાજકોટ સારવારમાં
SHARE
મોરબીમાં ઉશ્કેરાટમાં આવીને યુવાને પોતાના જ પગ ઉપર છરીનો ઘા ઝીકયો: રાજકોટ સારવારમાં
મોરબીમાં દરબારગઢ પાસે રહેતા યુવાનને તેના પત્ની સાથે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી ત્યારબાદ તે યુવાને પોતે પોતાની જાતે છરી વડે પગ ઉપર ગંભીર ઇજા કરી લીધી હતી જેથી કરીને સારવાર માટે તેને પ્રથમ મોરબીને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં દરબારગઢ પાસે રહેતા રઘુવીરસિંહ હરિસિંહ રાઠોડ (32) નામના યુવાને પોતે પોતાની જાતે પગ ઉપર છરી વડે ગંભીર ઇજા કરી લીધી હતી જેથી કરીને તેને પ્રથમ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને હોસ્પિટલ મારફતે આ બનાવની પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે દરમિયાન ઇજાગ્રસ્ત રઘુવીરસિંહના ભાઈ કુલદીપસિંહ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે રઘુવીરસિંહને તેઓના પત્ની સાથે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી અને ત્યાર બાદ તેઓએ ઉશ્કેરાટમાં આવીને પોતે પોતાની જાતે પોતાના પગ ઉપર છરી વડે ઇજા કરી લીધી જેથી તેમને સારવાર માટે રાજકોટ લઈને આવ્યા છે
આધેડ સારવારમાં
મોરબી તાલુકાના જીંજુડા ગામે રહેતા અબ્દુલશા ખમીશા (50) નામના આધેડને કોઈ ઝેરી જનાવર કરડી જવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.