મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબી ફ્રી ટિફિન સેવા પરિવાર દ્વારા ઉદ્યોગકારોના સહકારથી રાહતદારે ચોપડા-સ્ટેશનરી વિતરણનું આયોજન


SHARE









મોરબી ફ્રી ટિફિન સેવા પરિવાર દ્વારા ઉદ્યોગકારોના સહકારથી રાહતદારે ચોપડા-સ્ટેશનરી વિતરણનું આયોજન

મોરબીના ફ્રી ટિફિન સેવા પરિવાર દ્વારા મોરબીના વિદ્યાર્થીઓ માટે બે ઉદ્યોગકારોના સહયોગથી રાહતદારે ચોપડા અને સ્ટેશનરીના વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ક્લાસમેટ કંપનીના ફુલસ્કેપ ચોપડા, સ્કૂલબેગ, કંપાસ બોક્સ વગેરે 40 થી વધુ રાહત દરે આપવામાં આવશે. જેથી તેનો વધુમાં વધુ લોકોએ લાભ લેવા માટે આયોજકે અનુરોધ કર્યો છે.

વર્ષ 2025-26 નું નવું શૈક્ષણિક શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે મોરબીના ફ્રી ટિફિન સેવા પરિવાર, મોરબી શ્રીમદ રાજચંદ્ર પરિવાર ધરમપુર દ્વારા મેટ્રો સિરામિક તથા લેનકોસા સીરામીકના સહયોગથી મોરબીના વિદ્યાર્થીઓ માટે બ્રાન્ડેડ ક્લાસમેટ કંપનીના ફુલ સ્ટેપ બુક તથા અન્ય સ્ટેશનેરી 40 ટકાથી વધુ રાહત દરે વિતરણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને એક અઠવાડિયા સુધી એટ્લે કે તા. 25 મે થી તા. 1 જુન સુધી “આશીર્વાદ” શક્તિ પ્લોટ શેરી નંબર-9 , રવાપર રોડ, મોરબી ખાતે સવારે 7:00 થી 12:00 સાંજે 4:00 થી 7:00 સુધી વિતરણ ચાલુ રહેવાનુ છે જેથી મોરબીની દરેક સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં પ્રોજેક્ટનો લાભ લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે. વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, આ પ્રોજેક્ટમાં કોઈપણ સ્કૂલ પોતાના વિદ્યાથીઓ માટે કોઈ એક ફિક્સ સમય અને તારીખ નક્કી કરવા ઇચ્છતી હોય તો ડો. રવિન્દ્ર ભટ્ટ (98982 88777), સુનિલભાઈ કચોરીયા (9408101954) કે મિહિરભાઇ મહેશ્વરી (9426221848)નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.




Latest News