મોરબીમાં ઉશ્કેરાટમાં આવીને યુવાને પોતાના જ પગ ઉપર છરીનો ઘા ઝીકયો: રાજકોટ સારવારમાં
મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની વિદ્યાર્થીનીએ બાલાચડી સૈનિક સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો
SHARE
મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની વિદ્યાર્થીનીએ બાલાચડી સૈનિક સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો
મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓનું ઉત્તમ ઘડતર કરવા માટેના પ્રયાસો કરવામાં આવે છે. અને ખાસ કરીને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા કોમન એંટર્સ ટેસ્ટ, જ્ઞાનસેતુ, જ્ઞાન સાધના, શિષ્યવૃત્તિ પરીક્ષા,ચિત્ર પરીક્ષા, જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા તેમજ NMMS નૅશનલ મિન્સ મેરેટી સ્કોલરશીપ એકઝામ, સૈનિક સ્કૂલ માટેની એંટર્સ એક્ઝામ વગેરે પરીક્ષામાં વિદ્યાર્થીનીઓ હોંશભેર ભાગ લે છે, જેમાં આ વર્ષે ધોરણ પાંચમા લેવાતી સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષામાં આ શાળાની તેજસ્વી બાળા સવિતા રામજીભાઈ હડિયલે 309 માર્કમાંથી 236 માર્ક પ્રાપ્ત કરીને સૈનિક સ્કૂલની પરીક્ષામાં પાસ થયેલ છે અને ત્યાં પ્રવેશ મેળવ્યો છે. જેથી શાળાના પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલાએ સવિતા તથા એમના પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.