મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘ દ્વારા શ્રી રામ બાલ સંસ્કાર કેન્દ્રનો શુભારંભ


SHARE









વાંકાનેરમાં રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘ દ્વારા શ્રી રામ બાલ સંસ્કાર કેન્દ્રનો શુભારંભ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવા ભારતી ગુજરાત સંલગ્ન ડો. હેડગેવાર સ્મારક સમિતિ ટ્રસ્ટ મોરબી દ્વારા વાંકાનેર જીનપરા વસ્તીમાં મોરબી જિલ્લાનાં 16 માં "શ્રી રામ બાલ સંસ્કાર કેન્દ્ર" નો વિધિવત પ્રારંભ કરવામાં આવેલ છે અને સેવા વિભાગનાં ચાર આયામોમાંથી એક શિક્ષણ આયામ દ્વારા ઉપેક્ષિત વિસ્તારોમાં વિવિધ સ્તરે બાળકો માટે બાલ સંસ્કાર,પાઠદાન કેન્દ્ર, વાંચનાલય, જોલા પુસ્તકાલય, ચલાવવામાં આવે છે. અહીં કેન્દ્રમાં બાળકો સહાયક શિક્ષણની સાથે શારીરિક, બૌધિક, સામાજિક કુશળતાઓ પ્રાપ્ત કરી એક આદર્શ નાગરિક બનીને ઉભરે એ હેતુ રહેલો હોય છે. કેન્દ્રોનાં સંચાલક બહેનો નું દર માસે બેઠક દ્વારા પ્રશિક્ષણ થાય છે. આ કાર્યક્રમમાં વાંકાનેર જોગજતિ ઉપનગર સેવા પ્રમુખ સુંદરભાઈ નાવાણી, શિક્ષા સંયોજક  લલિતભાઈ પાન્ડેજી તથા જિલ્લા સેવા પ્રમુખ  લાલજીભાઈ કુનપરા ઉપસ્થિત રહ્યાં હતા અને કેન્દ્રનું સંચાલન વિધિબેન પ્રવિણભાઇ ધરજીયા કરશે.




Latest News