મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં વાસ્મો સમિતિ તેમજ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ફેસ-૨ની કામગીરી બાબતે બેઠક યોજાઈ


SHARE









મોરબીમાં વાસ્મો સમિતિ તેમજ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ફેસ-૨ની કામગીરી બાબતે બેઠક યોજાઈ

મોરબી જિલ્લા વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન (વાસ્મો) તથા મોરબી જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ફેઝ-૨ ની કામગીરી બાબતે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં પાણી પુરવઠા બોર્ડ હેઠળ રીજુવીનેશન કાર્યક્રમ અંતર્ગત થતા કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી અને ગામડાઓમાં સપ્રમાણ આંતરિક પાણી વિતરણ વ્યવસ્થા અંગે સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિ દ્વારા ઓવરહેડ સંપ કે પાણીના ટેન્કની આસપાસ ગંદકી દૂર કરવા અને આ પ્રકારના જાહેર પાણીના વિતરણ માટેના સ્ત્રોતની સફાઈ બાબતે પણ સૂચના આપવામાં આવી હતી. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ફેઝ-૨ અંતર્ગત જિલ્લામાં વ્યક્તિગત શૌચાલય નિર્માણની કામગીરી અંગે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત સામુહિક શૌચાલય માટે ગામની પસંદગી વખતે ધાર્મિક સ્થળ, લોકોની અવરજવર વધુ હોય તેવા સ્થળ ઉપરાંત અગરીયાઓના વિસ્તાર મુજબ ગામ અને સ્થળની પસંદગી કરવા સહિતના મહત્વના સૂચનો કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં મોરબી નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવ તથા સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News