મોરબી મહાપાલિકાની ચુંટણીમાં 3 વોર્ડમાં ત્રિપાંખીયો જંગ: 5 વોર્ડમાં 2-2 બેલેટ યુનિટ મુકાશે, મતદાનોએ સાવધાન રહેવું જરૂરી મોરબી તાલુકા પંચાયતની એક-વાંકાનેર પાલિકાની એક બેઠક ઉપર ભાજપ અને વાંકાનેર પાલિકાની 4 બેઠક ઉપર કોંગ્રેસનાં ઉમેદવારો બિનહરીફ મોરબીના શનાળા રોડે લેન્ડમાર્ક શોપિંગ સેન્ટરની ઓફિસમાં ક્રિકેટ સટ્ટો રમતા 5 પકડાયા: આઈડી આપનારની શોધખોળ મોરબી સહિત 6 જિલ્લામાંથી હદપાર કરાયેલ શખ્સ હળવદમાંથી ઝડપાયો મોરબી અને હળવદમાં વિદેશી દારૂની 3 રેડમાં આરોપી સાથે 16 બોટલ દારૂ પકડાયો મોરબીમાં આર્થિક સંકડામણને પગલે યુવાન ગુમ વાંકાનેર તાલુકાનાએકપ્લોઝીવ-વિસ્ફોટક પદાર્થ રાખવાના ગુનામાં પકડાયેલ આરોપીના જામીનમંજૂર મોરબીના લાલપર ગામ પાસેથી સગીરાનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીના રણ વિસ્તારમાં અગરિયાના બાળકોને શિક્ષણ આપવા ‘બાલમિત્ર’ તરીકે જોડાવા યુવાનોને તક


SHARE













મોરબીના રણ વિસ્તારમાં અગરિયાના બાળકોને શિક્ષણ આપવા ‘બાલમિત્ર’ તરીકે જોડાવા યુવાનોને તક

માળિયાના ગુલાબડી અને વેણાસર રણ વિસ્તારમાં શરૂ કરાયેલા ટેન્ટ એસટીપી વર્ગો માટે ગ્રેજ્યુએટ યુવાનોની જરૂરિયાત,સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ શાળા બહારના બાળકોને શિક્ષણની મુખ્યધારામાં લાવવા સરકાર પ્રયત્નશીલ

મોરબી જિલ્લામાં ‘સમગ્ર શિક્ષા’ અભિયાન અંતર્ગત શિક્ષણથી વંચિત અને શાળા બહારના (Out of School) બાળકોના શૈક્ષણિક પુનર્વસન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને માળિયા તાલુકાના રણ વિસ્તારમાં વસતા અગરિયાના ૬ થી ૧૪ વર્ષની વયના બાળકો શિક્ષણની મુખ્યધારામાં જોડાઈ શકે તે હેતુથી ગુલાબડી અને વેણાસર રણ વિસ્તારમાં ‘ટેન્ટ એસટીપી’ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. આ શૈક્ષણિક યજ્ઞમાં સહભાગી થઈ બાળકોને પાયાનું શિક્ષણ આપવા માટે ગ્રેજ્યુએટ થયેલા ઉત્સાહી યુવાનોની ‘બાલમિત્ર’ તરીકે જરૂરિયાત છે.

આ ભરતી અંગેની વિગતો આપતા જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, રણ વિસ્તારમાં કાર્યરત અને આગામી સમયમાં શરૂ થનારા નવા વર્ગો માટે લાયકાત ધરાવતા સ્નાતક યુવાનોએ પોતાની સેવા આપવાની રહેશે. પસંદગી પામનાર ઉમેદવારોને માસિક રૂ. ૭,૦૦૦/- ના મહેનતાણા સાથે કામગીરી કરવાની રહેશે, જેનું ચુકવણું શાળા અથવા સીઆરસી કો-ઓર્ડિનેટર મારફત કરવામાં આવશે.

રસ ધરાવતા ગ્રેજ્યુએટ યુવાનોએ પોતાની શૈક્ષણિક લાયકાતના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ અને નકલો સાથે બીઆરસી ભવન, તાલુકા પંચાયતની બાજુમાં, માળિયા-મિયાણા ખાતે સવારે ૧૧:૦૦ થી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધીમાં (જાહેર રજાના દિવસો સિવાય) રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. શિક્ષણ ક્ષેત્રે પછાત એવા રણ વિસ્તારના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે સેવાની ભાવના ધરાવતા યુવાનોને આ તકનો લાભ લેવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.






Latest News