મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન
Breaking news
Morbi Today

મોરબીની આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન


SHARE





મોરબીની આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન

શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા સંચાલિત શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક-મોરબી અને માધવ હોસ્પિટલના સંયુક્ત આયોજન હેઠળ મેડિકલ કેમ્પનું આયોજન શ્રી આયતિજ ફિઝીયોથેરાપી ક્લિનિક, નિલકંઠ પ્લાઝા-૨ નાની કેનાલ રોડ, સનરાઇઝ વિલ્લા સોસાયટીની બાજુમાં મોરબી ખાતે કરવામાં કરવામાં આવ્યું હતુ. મફત આરોગ્ય કેમ્પમાં કુલ ૩૦ થી વધારે દર્દીઓને આરોગ્ય લાભ મળ્યો હતો.કેમ્પમાં ડો. ચાંદની લિખિયા (ચામડીના નિષ્ણાંત અને કોસમેટોલોજિસ્ટ) દ્વારા તવચા, વાળ અને કોસ્મેટોલોજીની તાપસ અને સારવાર સહિત ખાસ ફિઝીયોથેરાપીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ફિઝીયોથેરાપી કેમ્પનું નેતૃત્વ ડૉ.હિરલ જાદવાની, ડૉ.રાહુલ છતલાણીના, ડૉ.ધ્વનિ નિમાવત  અને ડૉ.ખ્યાતિ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું અને તે ડૉ.મુરૂગનંદમ પેરિયાસામીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંચાલિત થયું હતુ.દર્દીઓની તપાસ ઉપરાંત જાગૃતિ પ્રવૃત્તિઓમાં પણ સહભાગી બન્યા હતા.

વિશેષ નોંધનીય બાબત એ હતી કે બધા ડૉક્ટર તથા પ્રથમ વર્ષ તથા બીજા વર્ષના શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપીના વિદ્યાર્થી દ્વારા લોકોને ફિઝીયોથેરાપી શું છે ? અને તેના લાભ વિશે જાગૃતિ ફેલાવી હતી.શ્રી આર્યતેજ ગ્રૂપ ઑફ કૉલેજીસ મેનેજમેન્ટ દ્વારા ઇન્સ્ટિટ્યૂટના ફેકલ્ટીના સેવાભાવી પ્રયત્નોની પ્રશંસા કરવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ આવા આરોગ્ય કેમ્પોનું આયોજન થતું રહે તેવી ઇચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.




Latest News