મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ


SHARE

















મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ

મોરબીના નાગડાવાસ ગામના વતની જલીબેન મેણંદભાઈ કુવાડીયાના પતિ સ્વ. મેણંદભાઈ કુવાડીયા નાગડાવાસથી મોરબી જતા હતા ત્યારે રસ્તામાં અકસ્માત થયો હતો અને તેઓ મૃત્યુ પામ્યા હતા તેઓનો વીમો ચૌલા મંડળ જનરલ ઇન્સ્યોરન્સ'' માં દશ લાખનો હતો. જો કે, કંપનીએ વીમો આપવાની ના પાડતા તેઓ ન્યાય મેળવવા મોરબી શહેર/ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મોરબીની ગ્રાહક અદાલતમાં કેસ ચાલી જતા ગ્રાહક જલીબેન મેણંદભાઈ કુવાડીયાને રૂપિયા ૧૦ લાખ અને ૧૦ હાજર રૂપિયા અન્ય ખર્ચના તા. ૩/૧/૨૫ થી છ ટકાના વ્યાજ સાથે રકમ ચૂકવવા માટેનો આદેશ ગ્રાહક અદાલતે કરેલ છે.

આ કેસની વિગત એવી હતી કે મોરબીના નાગડાવાસ ગામના વતની મેણંદભાઈ કુવાડીયા તા.  ૧૬/૦૫/૨૪ ના રોજ વહેલી સવારે નાગડાવાસથી ખેતી કામ સબબ મોરબી જતા હતા અને ટીંબડી ગામના પાટીયા પાસે ભારે વાહન સાથે અકસ્માત થતા તે મૃત્યુ પામેલ હતા અને તેણે પાંચ પાંચ લાખના બે વીમા સહકારી મંડળી દ્વારા ચૌલા મંડળ જનરલ ઇન્સ્યોરન્સ" માં લીધેલ હતા અને જલીબેન મેણંદભાઈ કુવાડીયાએ તમામ કાગળો વીમા કંપનીને સમય મર્યાદામાં મોકલી આપેલ હતા તો પણ વીમા કંપનીએ એવું કહયુ હતું કે મેણંદભાઈપાસે ડ્રાઇવીંગ લાયસન્સ નથી માટે વીમો મળે નહીં. જેથી જાગૃત ગ્રાહક જલીબેન મેણંદભાઈ કુવાડીયાએ મોરબી શહેર/ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કર્યો હતો અને ગ્રાહક અદાલતમાં કેસ ચાલી ગયો હતો જેમાં કોર્ટે કહ્યું હતું કે, વીમો લીધો છે, પ્રિમીયમ પણ ભરેલ છે અને સુપ્રિમકોર્ટના આદેશ મુજબ ડ્રાઇવીંગ લાયસન્સ જરૂરી નથી. જેથી વીમા કંપનીએ બન્ને વીમા મળીને રૂપિયા ૧૦ લાખ અને ખર્ચના 1૦ હજાર આપવા માટે આદેશ કરેલ છે અને આટલું જ નહીં તા. ૩/૦૧/૨૫ થી રકમ વસુલ મળતા સુધી છ ટકાના વ્યાજ સાથે રૂપિયા આપવાનો હુકમ કરેલ છે. વધુ માહિતી માટે સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા, મંત્રી રામભાઈ મહેતા અને ઉપપ્રમુખ શ્રી બળવંતભાઈ ભટ્ટ તેમજ હિતેશભાઈ મહેતાનો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.




Latest News