મોરબીના લાલપર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટ લેતા યુવાનને રાજકોટ ખસેડાયો મોરબીના નાગડાવાસ ગામેથી સગીરાનું અપહરણ, દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ હળવદના રાણેકપરમાં ઘોડી પાસાનો જુગાર રમતા 13 શખ્સ પકડાયા: મોરબી અને વાંકાનેરમાં જુગારની 2 રેડ મોરબીના વનાળિયા ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરના સિંધાવદર ગામે સાપ કરડી જતાં સારવારમાં ખસેડાયેલ બાળકનું મોત હળવદના રાણેકપર ગામ પાસે ટ્રેક્ટરની ટ્રૉલી સાથે બાઇક અથડાતાં યુવાનનું મોત મોરબીમાં કોપરનો ભંગાર આપવાનું કહીને યુવાન અને તેના ભાગીદાર સાથે 15.98 લાખની ઠગાઇ હળવદમાં ગટર ઉભરાતી હોય પાલિકાના શટરને તાળું મારનારા આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ સહિત 3 સામે ગુનો નોંધાયો હળવદમાં સ્પાના હિસાબમાં મનદુખમાં ભાગીદારે યુવાનને લોખંડના જારા વડે માર માર્યો
Breaking news
Morbi Today

ટંકારાના છતર નજીક કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનને મોઢામાં સાત ટાંકા આવ્યા: હાથમાં ફેકચર


SHARE





ટંકારાના છતર નજીક કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનને મોઢામાં સાત ટાંકા આવ્યા: હાથમાં ફેકચર

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ છતર ગામના પાટીયા પાસેથી યુવાન તેનુ બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને ડાબા હાથમાં ફ્રેક્ચર તથા મોઢાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સાત ટાંકા આવ્યા હતા અને ઇજાગ્રસ્ત યુવાને સારવાર લીધા બાદ કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં રાજકોટના નવાગામ આણંદપર રોડ ઉપર આવેલ રૈયા રાજ ફાર્મ જીતેન્દ્રભાઈ રૈયાણીના ફોર્મ ખાતે રહેતો રમશુભાઈ મકરીયાભાઇ ડામોર (25) નામના યુવાને કાર નંબર જીજે 18 એએમ 9982 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ છતર ગામ પાસેથી તે પોતાનું બાઈક નંબર એમપી 45 ઝેડસી 3038 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કાર ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદી યુવાનને ડાબા હાથમાં ફ્રેક્ચર તથા મોઢાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં તેને મોઢાના ભાગે સાત જેટલા ટાંકા આવ્યા હતા અને ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

દવા પી જતા સારવારમાં

માળીયા મીંયાણાના જુના અંજીયાસર ગામે રહેતા તાજમહંમદ અબ્દુલભાઈ નામનો ૩૭ વર્ષનો યુવાન કોઈ કારણોસર ખળ બાળવાની દવા પી ગયેલ હોય સારવાર માટે મોરબી સીવીલે લાવવામાં આવ્યો હતો. મોરબીના બોરીયા પાટી વિસ્તારમાં કેનાલ રોડ ખાતે રહેતા ચંદનબેન છગનભાઈ ડાભી નામના ૪૯ વર્ષના વૃદ્ધા બાઇકમાં બેસીને જતા સમયે બાઈકમાંથી પડી ગયા હોય ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે સરતાનપર ચોકડી નજીક બાઈકમાં જતા સમયે ટ્રક વાળાએ હડફેટે લેતા અજમેરસિંગ પ્રમુખભાઈ (૨૫) રહે.જાંબુડીયા મોરબીને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ માળિયા મીંયાણાના વવાણીયા ગામે રહેતા ખેંગારભાઈ પ્રેમજીભાઈ ખીમાણીયા (ઉંમર ૬૦) નામના વૃધ્ધ ગામના વણાંક પાસેથી પગપાળા જતા હતા ત્યારે અજાણ્યા બાઈક ચાલકે તેમને હડફેટ લેતા ખેંગારભાઈને ઇજાઓ થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.




Latest News