મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલ 4 માંથી સહકાર પેનલે 2 અને પરીવર્તન પેનલે 2 બેઠક મેળવી: ખેડૂત પેનલની 10 બેઠકોની ગણતરી શરૂ ગોરખધંધા: મોરબીમાં મોંઘા દારૂની ખાલી બોટલોમાં સસ્તો દારૂ ભરવાના ખેલનો પર્દાફાશ મોરબીમાં સામું જોવા બાબતે બોલાચાલી ઝઘડો કરીને યુવાનને 3 શખ્સોએ લોખંડના ઘણ અને પાઇપથી માર માર્યો મોરબીની ન્યુ ગાયત્રી સોસાયટીમાં જુગાર રમતા 9 મહિલા સહિત કુલ 10 પકડાયા વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં શોર્ટ લાગતા મહિલાનું મોત: હળવદમાં કેનાલના પાણીમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો
Breaking news
Morbi Today

વાંકાનેરના ઠીકરીયાળા ગામનો બનાવ: સાસુના આડા સબંધની જાણ થયા બાદ પતિ-સાસુના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત


SHARE





વાંકાનેરના ઠીકરીયાળા ગામનો બનાવ: સાસુના આડા સબંધની જાણ થયા બાદ પતિ-સાસુના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત

વાંકાનેરના ઠીકરીયાળા ગામે રહેતી પરિણીતાને તેના સાસુના આડાસંબંધ જાણ થઈ હતી જેથી કરીને તેને તેના પતિને તે અંગેની વાત કરી હતી ત્યાર બાદ સાસુ અને પતિ દ્વારા પરિણીતાને ત્રાસ આપવામાં આવતો હતો જેથી કરીને પરિણીતાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાની માતાએ વાંકાનેટ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

વાંકાનેરના ઠીકરીયાળા ગામે રહેતા શીતલબેન હરેશભાઈ સોરાણી નામની પરિણીતાએ સાસુ અને પતિના ત્રાસથી કંટાળીને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જે બનાવમાં હાલમાં મૃતક મહિલાના માતા પ્રભાબેન રાઘુભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના જમાઈ હરેશ ગોવિંદભાઈ સોરાણી અને વેવાણ લીલાબેન ગોવિંદભાઈ સોરાણી રહે. બંને ઠીકરીયાળા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેની દીકરીના લગ્ન પાંચ વર્ષ પહેલા હરેશ સાથે થતાં હતા અને ફરિયાદીની દીકરીને તેના સાસુના આડા સંબંધોની જાણ થઈ ગયેલ હતી જેથી તેણે પોતાના પતિને આ અંગેની વાત કરી હતી ત્યાર બાદ ફરિયાદીને દીકરીને તેના સાસુ અને પતિ દ્વારા શરરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જેથી તેણે આપઘાત કરેલ છે. વધુમાં ફરિયાદમાં જણાવ્યુ છે કે, છેલ્લા બે વર્ષથી મૃતક શીતલબેનને નાની નાની વાતમાં મેણા ટોણા મારીને દુખત્રાસ આપતા હતા તેમજ મારકૂટ કરતાં હતા આટલુ જ નહીં તેણે પિયરમાં ફોન પર વાત પણ કરવા દેતા ન હતા જેથી કંટાળીને પરિણીતાએ અંતિમ પગલું ભર્યું હતું. હાલમાં વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News