મોરબીના લાલપર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટ લેતા યુવાનને રાજકોટ ખસેડાયો મોરબીના નાગડાવાસ ગામેથી સગીરાનું અપહરણ, દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ હળવદના રાણેકપરમાં ઘોડી પાસાનો જુગાર રમતા 13 શખ્સ પકડાયા: મોરબી અને વાંકાનેરમાં જુગારની 2 રેડ મોરબીના વનાળિયા ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરના સિંધાવદર ગામે સાપ કરડી જતાં સારવારમાં ખસેડાયેલ બાળકનું મોત હળવદના રાણેકપર ગામ પાસે ટ્રેક્ટરની ટ્રૉલી સાથે બાઇક અથડાતાં યુવાનનું મોત મોરબીમાં કોપરનો ભંગાર આપવાનું કહીને યુવાન અને તેના ભાગીદાર સાથે 15.98 લાખની ઠગાઇ હળવદમાં ગટર ઉભરાતી હોય પાલિકાના શટરને તાળું મારનારા આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ સહિત 3 સામે ગુનો નોંધાયો હળવદમાં સ્પાના હિસાબમાં મનદુખમાં ભાગીદારે યુવાનને લોખંડના જારા વડે માર માર્યો
Breaking news
Morbi Today

હળવદમાં સગીરાની આબરૂ લેવાનો પ્રયાસ કરવાના ગુનામાં આરોપીને 5 વર્ષની સજા


SHARE





હળવદમાં સગીરાની આબરૂ લેવાનો પ્રયાસ કરવાના ગુનામાં આરોપીને 5 વર્ષની સજા

હળવદમાં દસ વર્ષ પહેલા નવરાત્રીના સમયે એક સગીર વયની દિવ્યાંગ દીકરીની ઘરની બહાર  વાડામાં એક શખ્સ દ્વારા છેડતી કરવામાં આવી હતી અને કપડા ફાડીને આબરૂ લેવાની કોશિશ કરવામાં આવી હતી જે કેસ હળવદ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપીને પાંચ વર્ષની સજા અને 10 હજારનો દંડ ફટકાર્યો છે.

ગત તા. 19/10/15 ના રોજ રાત્રીના સમયે ફરિયાદીની દિવ્યાંગ પૌત્રી નવરાત્રીના દિવસોમાં રાત્રે ગરબા જોવા માટે શેરીમાં ગયેલ હતી અને ઓટા ઉપર બેસીને ગરબા જોતી હતી ત્યારે તેને લઘુશંકા કરવા માટે જવું હતું જેથી તે ઘરની પાછળ આવેલ વાડામાં ગયેલ હતી ત્યારે આરોપી મુન્નાભાઈ રમેશભાઈ વાઘેલા તેની પાછળ ત્યાં ગયો હતો અને છેડતી કરીને તેની આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો અને દીકરીના કપડા ફાડી નાખેલ હતા જેની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ હતો અને આરોપીને પકડવામાં આવેલ હતો આ કેસ હળવદના મહે. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ  એન.જી.સુરતીની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં ફરિયાદ પક્ષ દ્વારા રજૂ થયેલ પુરાવાઓને તથા સરકારી વકીલ એ.પી.માલવણિયાની ધારદાર દલીલોને ધ્યાને લઈને કોર્ટે તા. 2/2/26 ના રોજ આરોપીને પાંચ વર્ષની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.




Latest News