મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા


SHARE









મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવા ભારતી ગુજરાત દ્વારા વિવિધ ક્ષેત્રોમાં સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. જે અનુસંધાને સેવા ભારતી મોરબી જિલ્લા સંલગ્ન ડો હેડગેવાર સ્મારક સમિતિ મોરબી સંચાલિત સ્વાવલંબન આયામ સંકલિત  મહિલા સીવણ કેન્દ્ર ચલાવવામાં આવે છે જે વિદ્યાનગર સોસાયટી ભડીયાદ રોડ પર આવેલ છે. આ સીવણ કેન્દ્રમાં તાલીમ લઈ રહેલ ૨૪ બહેનોને તાલીમ પુરી થતાં પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યાં. આ તકે મોરબી નગરના સંઘચાલક સુરેશભાઈ સોરીયા દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ચલાવવામાં આવતા વિવિધ પ્રકલ્પો અને મહિલા સ્વાવલંબન તથા સ્ત્રી સશક્તિકરણનું મહત્વ અંગે માર્ગદર્શન આપવામા આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા સેવાપ્રમુખ લાલજીભાઈ કુનપરા, નગરસેવા પ્રમુખ હરિભાઈ સરડવા, લલિતભાઈ પાન્ડેજી તથા પ્રહલાદભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યાં હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આશાબેન પાટડીયા દ્વારા કરવામાં આવ્યું હતુ.




Latest News