મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં


SHARE







વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં

વાંકાનેર તાલુકાના જોધપર ગામ પાસે આવેલ પુલ ઉપરથી બલેનો કાર પસાર થઈ રહી હતી ત્યારે કાર ચાલક આગળ જઈ રહેલા ટ્રકનો ઓવરટેક કરવા જતા સમયે પાછળથી આવી રહેલ ડમ્પર ના ચાલકે કારની કાવુ મારવા જતા કારને હડફેટે લીધી હતી જેથી બલેનો કાર પલટી મારી ગઈ હતી જેમાં યુવાનને માથામાં હેમરેજ તથા તેના પિતાને પણ ઇજાઓ થઈ હતી જેથી ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જોકે અકસ્માત સર્જીને ડમ્પરનો ચાલક સ્થળ ઉપરથી વાહન લઈને નાસી ગયો હતો આ બનાવ સંદર્ભે હાલમાં આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

રાજકોટમાં કાલાવાડ રોડ ઉપર સ્વામીના મંદિરની નજીક મહિલા કોલેજ પાછળ આવેલ સેતુબંધ સોસાયટીમાં રહેતા સંજયભાઈ મુળુભા સોલંકી (54) એ હાલમાં ડમ્પર નંબર જીજે 13 એ એક્સ 5990 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓ તથા તેનો દીકરો દિવ્યરાજસિંહ અને જગદીશભાઈ તેમજ જીશાનભાઇ ફરિયાદીના મિત્ર અશોકભાઈની બલેનો ગાડી નંબર જીજે 3 એલ બી 7959 લઈને વાંકાનેરમાં કોર્ટની મુદતે આવતા હતા ત્યારે તે ગાડી ફરિયાદીનો દીકરીઓ દિવ્યરાજસિંહ ચલાવતો હતો અને વાંકાનેરના જોધપર ગામ પાસે આવેલ પુલ નજીકથી ગાડીમાં તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે ફરિયાદીની ગાડીની આગળના ભાગમાં ટ્રક જઈ રહ્યો હતો અને તે ટ્રકનો ઓવરટેક કરવા જતા હતા ત્યારે પાછળ આવી રહેલા ડમ્પર ચાલકે પોતાનું વાહન બેફિકરાઈથી ચલાવ્યું હતું અને ફરિયાદીની ગાડીને કાવુ મારવા જતા સમયે ફરિયાદીની બલેનો ગાડી સાથે ડમ્પર અથડાવ્યું હતું જેથી કરીને બલેનો ગાડી પલટી મારી ગઈ હતી જેમાં ફરિયાદીને ડાબી બાજુના પડખાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જ્યારે તેના દીકરા દિવ્યરાજસિંહને માથાના ભાગે હેમરેજ અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવેલ છે અને આ બનાવ સંદર્ભે હાલમાં આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અકસ્માત સર્જીને વાહન લઈને નાસી ગયેલા ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વરલી જુગાર
મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર રામાપીરના ઢોરા પાસે જાહેરમાં વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી સુરેશભાઈ પ્રેમજીભાઈ છેલણીયા (40) રહે ગોકુલ નગર મકનસર વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવેલ હતો જેથી પોલીસે 220 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.






Latest News