મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબીના માળિયા મિંયાણા ખાતે બીડી પીતા સમયે દાજી ગયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત


SHARE









મોરબીના માળિયા મિંયાણા ખાતે બીડી પીતા સમયે દાજી ગયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત

મોરબી જિલ્લામાં આવેલા માળીયા મિંયાણા ખાતે બીડી પીતા સમયે દાઝી ગયેલા વૃદ્ધને સારવાર માટે અહીંની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને અત્રે ટૂંકી સારવાર દરમિયાન તે વૃદ્ધનું મોત નિપજયુ હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસસુત્રોના જણાવ્યા પ્રમાણે માળિયા મિંયાણા ખાતે રહેતા ઈશાભાઈ વીરાભાઇ જેડા નામના ૯૦ વર્ષના વૃદ્ધ તેઓના ઘરે બીડી પિતા હતા.તે દરમિયાન આગ લાગી જતા દાઝી ગયા હોય સારવાર માટે અહીંની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.અને અત્રે ટૂંકી સારવાર દરમિયાન ઈશાભાઈ જેડાનું મોત નિપજયુ હતું.બનાવ સંદર્ભે હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે માળિયા(મિં) પોલીસને જાણ કરી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના રવાપર રોડ ગૌતમ સોસાયટી વિસ્તારમાં રહેતા પ્રફુલચંદ્ર ચતુરભાઈ અગોલા નામના ૭૫ વર્ષના વૃદ્ધ સોમનાથ સોસાયટીના બગીચા પાસે હતા ત્યાં તેમને અકસ્માત બનાવમાં ઈજા થતા ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે ટંકારાના ખીજડીયા ગામે રહેતા ભાનુબેન ત્રિભોવનભાઈ વડારીયા (૬૯) નામના વૃદ્ધા ટંકારા-ખીજડીયા રોડ ઉપરથી બાઈકમાં બેસીને જતા હતા ત્યાં વાહન સ્લીપ થયેલ હોય જમણા પગે ઇજા થતાં તેમને પણ અત્રે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ વાંકાનેરના રાજસ્થળી ગામે થયેલ મારામારીના બનાવમાં ઇજા પામેલા મનસુખભાઈ સવજીભાઈ ડાભી (૪૮) ને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડ્યા હોય પોલીસે બનાવની નોંધ કરીને તપાસ કરી હતી.

દવા પી જતા સારવારમાં

માળીયા મિંયાણાના ખીરઈ ગામે ભાવેશભાઈની વાડીએ રહીને મજૂર કામ કરતા પરિવારની શિવાનીબેન સેલુભાઈ મહેસાણીયા નામની ૨૧ વર્ષીય યુવતી ભુલથી દવા પી ગઈ હોય તેને અત્રેની સીવીલે સારવાર માટે ખસેડવામાં આવી હતી.બનાવને પગલે પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.જ્યારે ટંકારા તાલુકાના સાવડી ગામે જય નગર વિસ્તારમાં રહેતા ડાયાભાઈ ભવાનભાઈ ગજેરા નામના ૫૦ વર્ષના આધેડ ઘરેથી ટંકારા તરફ જતા હતા ત્યારે હીરાપર-કલ્યાણપરના રસ્તે ખોડીયાર મંદિર નજીક તેઓના બાઈકને અજાણ્યા ટ્રકના ચાલકે હડફેટે લીધું હતું.જે બનાવમાં ડાયાભાઈને ઇજાઓ થઈ હોય અત્રે આયુષ હોસ્પિટલએ સારવાર માટે ખસેડાયા હતા.તેમજ ટંકારાના ઓટાળા ગામ નજીક રીક્ષા પલ્ટી ગઈ હોય ઈજા પામેલા શૈલેષભાઈ દામજીભાઈ ઉકેડીયા (૪૦) રહે.નેસડા તા.ટંકારાને ૧૦૮ વડે અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

મારામારીમાં ઇજા

મોરબી-વાંકાનેર હાઈવે ઉપર આવેલ સરતાનપર રોડ વાડી વિસ્તારમાં લેન્ડ ડેકોર સિરામિક નજીક રહી મજૂરી કામ કરતા પરિવારના નરવિનભાઈ બાબુભાઈ નદીસારીયા (૩૧) તથા જનકબેન નવીનભાઈ (૨૭) ને ઘર પાસે મારામારીના બનાવમાંં ઈજા થયેલ હોય સારવાર માટે મોરબી ખસેડાયા હતા.તેમજ વાંકાનેર હાઇવે ઢુવા પાસે આવેલ સનહાર્ટ સીરામીક નજીકથી બાઈક લઈને પસાર થઈ રહેલા નરસીભાઈ મઢવી (ઉંમર ૬૫) રહે.ધરતી એપાર્ટમેન્ટ ભવાની સોડા વાળી શેરી શનાળાનું બાઈક સ્લીપ થયેલ હોય ઇજા પામતા સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News