મોરબીમાં મણીમંદિરના પટાંગણમાં ધારાસભ્યના હસ્તે પાંચ દિવસીય પુસ્તક મેળો ખુલ્લો મુકાયો મોરબીના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ બનાવમાં મહિલા સહિત બે ની ધરપકડ વાંકાનેરમાં વાહન ચેકિંગ સમયે કાર ચાલકે પોલીસ કર્મચારીને ઇજા પહોચડતા 3 સામે ગુનો નોંધાયો: બેની ધરપકડ મોરબીમાં અદાણી, અંબાણી અને સરકાર વિરુદ્ધ ડાયરો કરવા ગુજરાતનાં કલાકારોને ચેલેન્જ: બમણો ચાર્જ આપવાની ગુજરાત કિશન સંઘર્ષ સમિતિના આગેવાન તૈયાર મોરબીમાં સાયબર ફ્રોડના નાણાં મેળવવા માટે બેન્ક એકાઉન્ટ ભાડે આપનાર ડોક્ટરના રિમાન્ડ મંજૂર ટંકારાના છતર નજીક કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનને મોઢામાં સાત ટાંકા આવ્યા: હાથમાં ફેકચર મોરબીના વાવડી રોડે ૬ બોટલ દારૂ સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ મોરબીમાં રિક્ષાના જોખમી સ્ટંટનો વિડીયો વાયરલ થતાં યુવાનની શાન ઠેકાણે લાવતી પોલીસ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ગેરકાયદે ડિઝલની હેરાફેરી કરતાં બે શખ્સ પકડાયા: 2700 લિટર ડીઝલ સહિત 9.72 લાખનો મુદામાલ કબ્જે


SHARE













વાંકાનેરમાં ગેરકાયદે ડિઝલની હેરાફેરી કરતાં બે શખ્સ પકડાયા: 2700 લિટર ડીઝલ સહિત 9.72 લાખનો મુદામાલ કબ્જે

વાંકાનેર ચોટીલા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ મીના રીફેક્ટરીઝ નામના કારખાનાના લેબર ક્વાર્ટર પાસે બોલેરો ગાડીમાં પ્લાસ્ટિકની ટાંકીઓની અંદર ડીઝલનો જથ્થો ભરીને તેની હેરાફેરી કરવામાં આવતી હતી અને સેફ્ટીના સાધનો રાખ્યા વગર તેમજ લાઇસન્સ વગર જવલંતશીલ પદાર્થની હેરાફેરી કરવામાં આવતી હતી જેથી પોલીસ દ્વારા 2700 લીટર ડીઝલનો જથ્થો તથા બોલેરો ગાડી સહિત અન્ય મુદ્દામાલ મળીને 9,72,400 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને હાલમાં બે શખ્સોની ધરપકડ કરી તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર સિટી પોલીસની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે વાંકાનેર ચોટીલા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ મીના રીફેક્ટરીઝ નામના કારખાનાના લેબર કવાર્ટર પાસે વાહનમાં લાઇસન્સ કે રવાના વગર જવલંતશીલ પદાર્થ ભરીને તેની હેરાફેરી કરવામાં આવતી હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસી ટીમ ત્યાં સ્થળ ઉપર પહોંચી હતી ત્યારે બોલેરો પીકપ ગાડી નંબર જીજે 3 બી ડબલ્યુ 3078 માં ગેરકાયદેસર રીતે જવલંતશીલ પ્રવાહીનો જથ્થો જુદી જુદી બે પ્લાસ્ટિકની ટાંકીઓમાં ભરવામાં આવ્યો હતો અને સ્થળ ઉપર હજાર રહેલા શખ્સો પાસે કોઈપણ પ્રકારનું લાયસન્સ કે આધાર ન હતો. અને ડીઝલના જથ્થાની હેરાફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું આટલું જ નહીં ફાયર સેફ્ટીના કોઈ સાધનો પણ રાખવામાં આવ્યા ન હતા.

જેથી પોલીસ દ્વારા 2700 લિટર ડીઝલનો જથ્થો જેની કિંમત 2,51,100 તથા 7 લાખ રૂપિયાની કિંમતનું વાહન અને પ્લાસ્ટિકની ટાંકીઓ, બે મોબાઈલ ફોન વગેરે મળીને 9,72,400 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને આરોપી ભીમસીંગ કુપસીંગ રાજપુત (31) રહે. હાલ એસ.કે. પેટ્રોલિયમ પંચાસર રોડ પાસે ભાડાની ઓરડીમાં મૂળ રહે. રાજસ્થાન તેમજ ભાઈખાન ઈબ્રાહીમખાન સંધિ (22) રહે. મીના રિફેકટરીઝ કારખાનામાં વાંકાનેર મૂળ રહે. રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે અને આ બંને શખ્સોની સામે આવશ્યક ચીજ વસ્તુ ધારાની તથા બીએનએની જુદીજુદી કલમો હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News