કાર્બન ઉત્સર્જન સામે મોરબીમાં ઉદ્યોગો મોટા પાયે વૃક્ષારોપણ કરે, પ્રશ્નોનો માત્ર નિકાલ નહીં પણ ઉકેલ લાવવા રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીની અધિકારીઓને ટકોર મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત


SHARE











માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત


મોરબી કંડલા હાઇવે રોડ ઉપર આવેલ સુરજબારી પુલ પાસેથી ટેન્કર ચાલાક પોતાનું વાહન લઈને પસાર થઈ રહ્યો હતો દરમિયાન કોઈ કારણોસર ટેન્કર પલટી મરી ગયું હતું અને અકસ્માતના આ બનાવમાં ટેન્કરનો ચાલક ટેન્કરની નીચે દબાઈ ગયો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી કંડલા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ સુરજબારી પુલ પાસેથી રાજસ્થાનના ઉમેદા ફળિયું ગામનો રહેવાસી મુકેશ લાલા મીણા (28) નામનો યુવાન ટેન્કર નંબર જીજે 12 બી એક્સ 3870 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈપણ કારણોસર તેને પોતાના ટેન્કરના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા ટેન્કર પલટી મારી ગયું હતું અને અકસ્માત થયો હતો. આ બનાવમાં ટેન્કરનો ચાલક ટેન્કર નીચે દબાઈ ગયો હતો જેના કારણે તેને શરીરે ગંભીર ઈજા થઈ હતી અને તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈ કમલેશ લાલા મીણા (32) રહે ઉમેદા ફળિયું રાજસ્થાન વાળાની ફરિયાદ લઈને મૃતક યુવાન સામે ગુનો નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બાઈક ચાલકે હડફેટે લેતા મહિલાને ગંભીર ઇજા
વાંકાનેર નજીકના લિંબાળા ગામે રહેતા રૂકશાનાબેન શાહબુદ્દીનભાઈ કડીવાર (35) એ બાઈક નંબર જીજે 36 એ એન 5281 ના ચાલક સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે તેઓ ઘરેથી શાક બકાલુ લઈને ચોટીલા હાઈવે ની સાઈડમાં શાકભાજી વેચવા માટે ગયા હતા અને 4:30 વાગ્યાના અરસામાં તેઓ પરત ઘર બાજુ જવા માટે નીકળ્યા હતા ત્યારે લિંબાળા ધાર પાસે અનમોલ સિમેન્ટના કારખાનાની સામેના ભાગમાં બાઈક ચાલકે તેઓને હડફેટે લીધા હતા અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં મહિલાને ડાબા પગમાં ફેક્ચર અને શરીરે ઇજાઓ થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં બાઈક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News