સ્ટાફની સતર્કતા: મોરબીની સબજેલમાં બહારથી ઘા કરવામાં આવેલ પોટલાને ચેક કરતાં મોબાઈલ નીકળ્યો ! મોરબી પરા બજાર બેંકની પાસે યુવાનને મારમારીને લૂંટી લેવાયો, ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં મોરબીની સબ જેલમાં રાખવામાં આવેલ કાચા કામનો કેદી શેમ્પૂ પી જતાં રાજકોટ સારવારમાં વાંકાનેરમાં ભાજપનું સંગઠ્ઠન મજબુત બનશે,જિલ્લા પ્રભારીએ શુભેચ્છા મુલાકાત મોરબીના બેલા ગામ નજીકથી યુવાનનું અપહરણ કરીને 37 હજારના મુદામાલની લૂંટ કરવાના ગુનામાં 4 આરોપીની ધરપકડ હળવદના સરંભડા ગામનો બનાવ: મોબાઇલમાં રિલ્સ જોતા યુવાનને માતાએ ઠપકો આપતા અંતિમ પગલું ભર્યું મોરબી નજીક સફાઈ કામ કરતી મહિલાને કાર ચાલકે હડફેટે લેતા કમરમાં ફ્રેકચર-ગુપ્ત ભાગે ઇજા મોરબીમાં ગોલ્ડ લોન લેવા માટે કર્મચારીને સોનાના દાગીના આપનારા યુવાન સાથે 7.50 લાખની છેતરપિંડી-વિશ્વાસઘાત
Breaking news
Morbi Today

હળવદના રણજીતગઢ પાસે કેનાલમાં પડી ગયેલ મોબાઈલ ફોન લેવા ગયેલ સગીરાનું પાણીમાં ડૂબી જવાથી મોત: મોરબી નજીક બેભાન અવસ્થામાં યુવાનનું મોત


SHARE













હળવદના રણજીતગઢ પાસે કેનાલમાં પડી ગયેલ મોબાઈલ ફોન લેવા ગયેલ સગીરાનું પાણીમાં ડૂબી જવાથી મોત: મોરબી નજીક બેભાન અવસ્થામાં યુવાનનું મોત

હળવદ તાલુકાના રણજીતગઢ ગામે વાડીની બાજુમાં આવેલ નર્મદાની કેનાલના કાંઠે બેસીને સગીરા ફોન ઉપર વાત કરી રહી હતી દરમિયાન કોઈ પણ કારણોસર તેનો મોબાઈલ કેનાલમાં પડી ગયો હતો જેથી તે ફોનને લેવા માટે થઈને સગીરા કેનાલમાં ગઈ હતી અને ત્યારે પગ લપસી જવાના કારણે કેનાલમાં વહેતા પાણીમાં પડી જવાથી સગીરાનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત નીપજ્યું હતું આ બનાવની હળવદ પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ મહારાષ્ટ્રના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના રણજીતગઢ ગામની સીમમાં કાળુભાઈ મોહનભાઈ ચૌહાણની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા લિહકાભાઈ વસાવેની દીકરી રવિનાબેન વસાવે (16) રણજીતગઢ ગામે કાળુભાઈની વાડી પાસેથી પસાર થતી નર્મદાની કેનાલના કાંઠે બેસીને મોબાઈલ ફોન ઉપર વાત કરી રહી હતી દરમિયાન કોઈ કારણોસર તેના હાથમાં રહેલો મોબાઈલ ફોન કેનાલમાં પડી જતા તે ફોન લેવા માટે થઈને કેનાલમાં ગઈ હતી અને દરમિયાન તેનો પગ લપસી જતા સગીરા કેનાલના પાણીમાં પડી ગઈ હતી અને ત્યાં પાણીમાં ડૂબી જવાના કારણે આ ગીરાનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક સગીરાના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બેભાન અવસ્થામાં મોત

મોરબી તાલુકાના ટિંબડી ગામે રહેતો અને મજૂરી કામ કરતો સંદીપભાઈ રામજીભાઈ ચાવડા (32) નામનો યુવાન પોતે પોતાના ઘરે હતો ત્યારે કોઈપણ કારણોસર તે બેભાન થઈ ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે લાવ્યા હતા અને ત્યાં ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મૃતક યુવાનના મોટાભાઈ રમેશભાઈ રામજીભાઈ ચાવડા (35) રહે. ખોડીયાર નગર શેરી નં. છ રાજકોટ વળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News