મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલ 4 માંથી સહકાર પેનલે 2 અને પરીવર્તન પેનલે 2 બેઠક મેળવી: ખેડૂત પેનલની 10 બેઠકોની ગણતરી શરૂ ગોરખધંધા: મોરબીમાં મોંઘા દારૂની ખાલી બોટલોમાં સસ્તો દારૂ ભરવાના ખેલનો પર્દાફાશ મોરબીમાં સામું જોવા બાબતે બોલાચાલી ઝઘડો કરીને યુવાનને 3 શખ્સોએ લોખંડના ઘણ અને પાઇપથી માર માર્યો મોરબીની ન્યુ ગાયત્રી સોસાયટીમાં જુગાર રમતા 9 મહિલા સહિત કુલ 10 પકડાયા વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં શોર્ટ લાગતા મહિલાનું મોત: હળવદમાં કેનાલના પાણીમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો
Breaking news
Morbi Today

પ્રાદેશિક ફિલ્મોનું સર્ટીફીકેશન ગુજરાતમાં જ કરવાસાંસદ કેસરીદેવસિંહની સરકારમાં રજુઆત


SHARE





પ્રાદેશિક ફિલ્મોનું સર્ટીફીકેશન ગુજરાતમાં જ કરવાસાંસદ કેસરીદેવસિંહની સરકારમાં રજુઆત

‘ગુજરાત તેમજ રાજસ્થાન રાજય માટે પ્રાદેશિક ફિલ્મોનું સર્ટિફીકેશન ગુજરાતમાં થાય તેવી માંગણી રાજયસભાના સાંસદ કેસરીદેવસિંહજી દ્વારા કરવામાં આવી છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફીકેટ એટલે કોઈ પણ ડોકયુમેન્ટરી, વેબ સીરીઝ, ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ કે થિયેટરમાં રજુ કરવા માટે માંગવામાં આવતું સર્ટિફીકેટ, જેની શાખા માંગ મુંબઈમાં છે. જેના નીચે ઘણા રાજયોનો સમાવેશ થાય છે. તેથી તેના ઉપર ઘણું ભારણ રહે છે. ઘણાસમયથી ગુજરાત તેમજ રાજસ્થાનના ફિલ્મ જગતના પ્રતિનિધિઓ દ્વારા સાંસદ કેસરીદેવસિંહજીને ગુજરાતમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટીફીકેટની શાખા ખોલવા માટે રજુઆત કરવામાં આવી હતી. તે ધ્યાનમાં રાખી સાંસદ દ્વારા રાજયસભામાં ગુજરાત રાજયમાં નવી શાખા ખુલે અને પ્રાદેશિક ફિલ્મ જગતને પ્રોત્સાહન મળે તે હેતુથી રાજયસભાના માધ્યમથી સરકાર પાસે માંગણી મુકેલ હતી. સી.બી.એફ.સી.ની નવી બ્રાન્ચ ગુજરાતમાં આવવાથી ફિલ્મ જગત માટે સરળ પ્રક્રિયા અને ઝડપથી ફિલ્મો સર્ટીફાઈડ થઈ રિલીઝ કરી શકાશે.




Latest News