ટંકારાના નેસડા (ખા) ગામે કૂવામાં પડી જવાથી માનસિક અસ્થિર યુવાનનું મોત
ટંકારાના મેઘપર ઝાલા ગામે વાડીની ઓરડીએ લેમ્પ લગાવવામાં ભાઈને મદદ કરનાર સગીરનું શોર્ટ લાગવાથી મોત
SHARE









ટંકારાના મેઘપર ઝાલા ગામે વાડીની ઓરડીએ લેમ્પ લગાવવામાં ભાઈને મદદ કરનાર સગીરનું શોર્ટ લાગવાથી મોત
ટંકારાના મેઘપર ઝાલા ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાનનો નાનો ભાઈ તેના ભાઈને મદદ કરવી રહ્યો હતો અને વાડીની ઓરડીમાંથી લાઈટનું વાયરીંગ કરીને બહારના ભાગે એલઇડી લેમ્પ લગાવતો હતો દરમિયાન ઇલેક્ટ્રીક શોટ લાગવાના કારણે તે સગીર બાળકનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક સગીરના ભાઈએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે સહદેવસિંહ બાપુભાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મહેશભાઈ ઈશ્વરભાઈ પસાયા (20)નો નાનો ભાઈ અક્ષય ઉર્ફે છોટીયો ઈશ્વરભાઈ પસાયા (14) વાળો તેના ભાઈને વાડીએ ખેતીકામમાં મદદ કરતો હતો અને વાડીની ઓરડીમાંથી લાઈટનું વાયરીંગ કરીને બહારના ભાગે એલઇડી લેમ્પ લગાવતા હતા દરમ્યાન ઇલેક્ટ્રીક શોર્ટ લાગવાના કારણે અક્ષય પસાયાનું મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મારામારીમાં ઇજા
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા અફસાનાબેન બસીરભાઈ સંધવાણી (21) નામની મહિલાને ઘરે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારે સારવાર આપ્યા બાદ આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી
બાઇક સ્લીપ થતાં ઇજા
મોરબી તાલુકાના પીલુડી ગામે રહેતા વિશાલ ભલાભાઇ ખીટ (19) નામનો યુવાન ગાળા ગામથી પીલુડી ગામ તરફ જવાનો રસ્તા ઉપર બાઈકમાં જઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાન ઈજા થવાથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી

