મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા
Breaking news
Morbi Today

ટંકારાના નેસડા (ખા) ગામે કૂવામાં પડી જવાથી માનસિક અસ્થિર યુવાનનું મોત


SHARE

















ટંકારાના નેસડા (ખા) ગામે કૂવામાં પડી જવાથી માનસિક અસ્થિર યુવાનનું મોત

ટંકારા તાલુકાના નેસડા (ખા) ગામે રહેતો યુવાન માનસિક અસ્થિરતાના કારણે વહેલી સવારે પોતાના ઘરેથી નીકળી ગયો હતો અને ત્યારબાદ ગામની સીમમાં આવેલ વાડીના કૂવામાં પોતાની જાતે પડી ગયો હતો જેથી પાણીમાં ડૂબી જવાના લીધે તેનું મોત નીપજયું હતું. ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના પરિવારજનો દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નેસડા (ખા) ગામે રહેતા મહેશભાઈ મોહનભાઈ પરમાર (44) નામનો યુવાન ગત તા. 24/6 ના વહેલી સવારના માનસિક અસ્થિરતાના કારણે પોતાના ઘરેથી નીકળી ગયો હતો અને ત્યારબાદ સીમમાં આવેલ કેશુભાઈ અમરાભાઇ સોલંકી ની વાડીએ આવેલ કુવામાં પોતે પોતાની રીતે કોઈપણ કારણોસર પડી જવાના કારણે કુવાના પાણીમાં ડૂબી જવાથી મહેશભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પ્રેમજીભાઈ માધાભાઈ પરમાર (54) રહે. ઘુનડા (ખા) વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા

માળીયા મીયાણા તાલુકાના નવા અંજિયાસર ગામે ઘરે મારામારીના બનાવવામાં રહીમાબેન રસુલભાઈ માણેક (50) નામના આધેડ મહિલાને ઇજા થયેલ હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી દવા પી ગયો

હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતો નવલ રઘુભાઈ મોહનિયા (25) નામનો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી ગયો હોવાના કારણે તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News