હળવદના ધણાંદ ગામે ખેતરમાં પાઇપ-મોટરને નુકશાન કરીને ખેડુત અને તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી
SHARE
હળવદના ધણાંદ ગામે ખેતરમાં પાઇપ-મોટરને નુકશાન કરીને ખેડુત અને તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી
હળવદ તાલુકાનાં ધણાંદ ગામે રહેતા ખેડુતના ખેતરે આવીને તેની ટપક પદ્ધતિની પાઈપ તેમજ વિજ મોટર અને અન્ય સાધન સામગ્રીમાં તોડફોડ કરીને કુલ ૨૦ હજાર રૂપિયાનું નુકસાન કરવામાં આવેલ તેમજ ખેડૂત તથા તેના બાપુજીને જાનથી મારી નાંખવાની એક શખ્સ દ્વારા ધમકી આપવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલા ખેડૂત દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે.
બનાવની જાણવા મળતી વિગત મુજબ હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા અને ધણાંદ ગામે ખેતીની જમીન ધરાવતા ધર્મેશભાઈ પ્રેમજીભાઈ વામજા જાતે પટેલ (૨૯) ના ખેતરે પડેલ ટપક પદ્ધતિ માટેની પાઈપ લાઈન તેમજ વીજ મોટર અને પાવર એમ્પીયરમાં તોડફોડ કરીને મનસુખભાઈ જાદુભાઈ કોળી રહે. ધણાંદ ગામ વાળાએ ૨૦,૦૦૦ રૂપિયાની નુકશાની કરેલ છે આટલું નહિ ધર્મેશભાઈ અને તેમના પિતા પ્રેમજીભાઈને ગાળો આપીને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી અને તેની સામે ધારીયુ ઉગામ્યુ હતું જેથી કરીને ભોગ બનેલા ધર્મેશભાઇએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મનસુખભાઈ જાદુભાઈ કોળી સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના રાજકોટ હાઇવે ઉપર ટંકારામાં આવતા નાના ખીજડીયા ગામના વતની દિનેશભાઈ લવજીભાઇ ગોધાણી નામના ૫૫ વર્ષીય આધેડ કારમાં જતા હતા ત્યારે ગઇકાલે તા.૨૪-૬ ના રંઘોળા તાલુકો સિહોર જી.ભાવનગર નજીક તેમની કાર અન્ય કાર સાથે અથડાતા સર્જાયેલા વાહન અકસ્માતના બનાવમાં ઈજાગ્રસ્ત હાલતમાં દિનેશભાઇ ગોધાણીને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવની હોસ્પિટલ સૂત્રો દ્રારા પોલીસને જાણ કરવામાં આવતા હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઈ ગોહિલે આગળની તપાસ શરૂ કરેલ છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”