મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ઓફિસમાં જુગાર રમતા છ ઝડપાયા, 1.04 લાખની રોકડ કબજે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવનભાઈ રબારીના પુત્રના જન્મદિવસની સેવાકાર્ય દ્વારા ઉજવણી મોરબીમાં કારખાનેદારે કરેલ આપઘાતના ગુનામાં પકડાયેલ મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબી મનપામાં ધારાસભ્યોની હાજરીમાં કમિશનરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી મોરબીમાં વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખે ટીબીના 200 દર્દીઓને પોષણ યુક્ત રાશન કીટનું વિતરણ કર્યું મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ 2 મહિલા સહિત 6 આરોપી જેલ હવાલે વાંકાનેરના ધારાસભ્યની રજૂઆતથી 10.10 કરોડના ખર્ચે 4 રોડના કામ મંજુર મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી નિમિતે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરના મહિકા ગામે વાડીએ વિજ શોક લાગતા વૃધ્ધ ખેડુતનું મોત


SHARE

















વાંકાનેરના મહિકા ગામે વાડીએ વિજ શોક લાગતા વૃધ્ધ ખેડુતનું મોત

વાંકાનેર તાલુકાના મહિકા ગામે વૃદ્ધ ખેડૂત પોતાના ખેતરે કામગીરી કરી રહ્યા હતા ત્યારે તેઓને અચાનક જ વિજશોક લાગ્યો હતો જેથી કરીને વૃદ્ધ ખેડૂતનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. ત્યારબાદ તેમના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરે છે.

બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામે રહેતા અને ખેતીકામ કરતા બાદી હુસેનભાઇ મહમદભાઇ (ઉંમર ૫૬) પોતાની વાડીએ ખેતી કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક તેઓને ઇલેક્ટ્રિક શૉક લાગ્યો હતો જેથી કરીને તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ આ બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને કરવામાં આવી હતી અને તેઓના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને હાલમાં વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મોતના બનાવની નોંધ કરી છે જેની આગળની રાબેતા મુજબની તપાસ ડી.એ.જાડેજા ચલાવી રહ્યા છે.

મામલતદારે ૩૮ ટન મોહર્મ ભરેલું ડમ્પર જપ્ત કર્યું

મોરબીના મામલતદાર દ્વારા તાલુકા પોલીસને રિપોર્ટ આપવામાં આવ્યો હતો અને તાલુકા પોલીસને જણાવવામાં આવ્યું હતું કે, રાતાભેર અને નીચીમાંડલના રસ્તે નીચી માંડલ ગામ પાસે ટ્રક ડમ્પર નંબર જીજે ૧૩ એડબલ્યુ ૫૮૨૪ નો ચાલક વાસણભાઇ લક્ષ્મણભાઈ ડાંગર ૩૮ ટન હાર્ડ મોરમ ભરીને જતો હતો ત્યારે તેને અટકાવીને ખનીજ અંગે રોયલ્ટી ભર્યાની પહોંચ માંગી હતી જોકે તેની પાસે કોઈ જાતની રોયલ્ટી ભરૂ હોવાની પહોંચ કે પાસ-પરમીટ ન હોય અને રોયલ્ટી ભર્યા વગર જ ખનીજ પરિવહન કરતો મળી આવ્યો હતો જેથી દંડની રકમ વસૂલવા માટે ઉપરોક્ત ખનીજ ભરેલ ડમ્પર તાલુકા પોલીસ હવાલે કરીને ખનીજ ભરેલ ડમ્પર જપ્ત કરીને સીઝ કરવામાં આવ્યુ હતુ તેમજ દંડની રકમ વસૂલવા માટે તંત્ર દ્વારા તજવીજ શરૂ કરાયેલ છે.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”




Latest News