મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

"ઓછી મહેનતે ખેડુત માલામાલ : મોરબીના શિવપુરના ખેડુતો કરી રહ્યા છે"કાજુ"ની ખેતી


SHARE











"ઓછી મહેનતે ખેડુત માલામાલ: મોરબી જીલ્લાના શિવપુર ગામના ખેડુતો કરી રહ્યા છે "કાજુ"ની ખેતી

દરેક કામમાં જે રીતે બીજાથી હટકે કરે છે તેની નોંધ લેવામાં આવે છે તેવી જ રીતે રૂટીન ખેતીને છોડીને હળવદ તાલુકાનાં ખેડૂતો દ્વારા હાલમાં કાજુની ખેતી કરવામાં આવી રહી છે આ વાતને સાંભળીને જરાપણ ચોંકી જવાની જરૂર નથી કેમ કે, હળવદ તાલુકાનાં શિવપુર ગામની આસપાસમાં પાંચ થી છ ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં હાલમાં કાજુની ખેતી કરવામાં આવી રહી છે અને તે લોકોને રૂટિન ખેતી કરવા કરતાં હાલમાં આવક પણ વધુ થઈ રહી છે તેવું તે ખેડૂતો કહી રહ્યા છે

મોરબી જીલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા તેના ખેતરમાં કપાસ અને મગફળીનું વાવેતર કરવા આવે છે જો કે, ધીમેધીમે મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં બાગાયતી ખેતી તરફ પ્રગતિશીલ ખેડૂતો આગળ વધી રહ્યા છે જેની નોંધ પણ હવે ખેતી ક્ષેત્રમાં લેવામાં આવી રહી છે ખાસ કરીને મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં શિવપુર પંથકમાં ખેડૂતો દ્વારા કાજુની ખેતી કરવામાં આવી રહી છે અને તેઓને તેમાં ઓછી મહેનતે ખૂબ જ સારી આવક થઈ રહી છે અને છેલ્લા આઠ વર્ષથી હળવદ તાલુકામાં જુદાજુદા પાંચેક ખેડૂતો દ્વારા તેના અંદાજે 15 વીઘા જેટલી જમીનના ખેતરોમાં કાજુના છોડનું વાવેતર કરીને કાજુનો પાક લેવામાં આવી રહ્યો છે તેવુ કાજુની ખેતી કરનાર શિવપુરના ખેડુત સિંધવ બાળદેવભાઈ કહી રહ્યા છે

હળવદ તાલુકામાં કાજુની ખેતી કરનારા ખેડૂત પાટડિયા રણજીતભાઈના કહેવા મુજબ નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં કાજુના ઝાડમાં ફળ બેસવાનું શરૂ થાય છે અને મે, જૂન, જુલાઇ અને ઓગસ્ટ મહિના સુધી તેમાં ફળો આવે છે અને મોટાભાગે અમદાવાદના વેપારીઓ બગીચાએથી જ કાજુ લઈ જાય છે વધુમાં કાજુની ખેતી વિશે નિષ્ણાતોના જણાવ્યા મુજબ કાજુને ગરમ અને ભેજવાળી આબોહવા વધુ માફક આવે છે અને તે વાતાવરણ મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં મળી રહે છે જેથી કરીને કાજુની ખેતી કરનારા ખેડૂતોને ઓછી મહેનત અને ઓછા ખર્ચે સારી આવક મળી રહી છે ત્યારે હાલમાં અશોકભાઇ ચનિયારા, હરખજીભાઇ, સિંધવ બાળદેવભાઈ સહિતના ખેડૂતો દ્વારા કાજુની ખેતીનો પ્રયોગ કરવામાં આવ્યો છે જે બીજા માટે પણ પ્રેરણરૂપ છે

કાજુનો એક રોપ ૪૦ થી લઈને ૧૦૦ રૂપિયામાં મળતો હોય છે અને પહેલા તે ગોવા લેવા માટે જવું પડતું હતું જો કે, હાલમાં ગુજરાતમાં પણ કાજુની ખેતી માટે તેના રોપા મળી જાય છે અને આ રોપમાં ત્રણથી ચાર વર્ષેમાં તેમાં ફળ લાગવાનું શરૂ થાય છે અને દર વર્ષે આ પાકમાં હવામાન આધારે વધઘટ થાય છે અને હાલમાં અહીના ખેડૂતો પ્રોસેસ કરીને નહીં પરંતુ કાચા કાજુ એટલે કે ઝાડ ઉપરથી સીધા જ વેપરીને વેચી નાખતા હોય છે તો પણ તેઓને રૂટિન ખેતી કરતાં વધુ આવક મલ્ટી હોય છે 

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ

 






Latest News