મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો
SHARE









મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો
અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ગાયત્રી પરિવાર મોરબી દ્વારા મોરબીની રાંદલ વિધાલયમાં વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબી જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષભાઈ ભટ્ટ તેમજ ગાયત્રી પરિવાર મોરબી તરફથી મીનાબેન આહિર અને લાલજીભાઈ ખાનધર હાજર રહ્યા હતા અને બાળકોને વ્યસન વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને વિધાર્થીઓ પાસે પોતે વ્યસન ન કરવું તેમજ બીજાઓને વ્યસન મુક્ત કરવા માટેના શપથ લેવડાવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય મનોજભાઈ પટેલ વ્યવસ્થાપક ચંદુભાઈ હુંબલ તેમજ શાળાના શિક્ષકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
