મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો
મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત
SHARE









મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા મકનસર ગામે રહેતા આધેડ દવા પી ગયા હતા અને ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થયુ હતું.તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ કરી હતી.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના મકનસર ગામે આવેલ ભક્તિનગર સોસાયટીમાં રહેતા સુરેશભાઈ હીરાભાઈ ઠાકોર (૫૦) નામના આધેડે કોઈ કારણોસર પોતાના ઘરે હતા ત્યારે દવા પી લેતા તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબીના સામાકાંઠેની શિવમ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપી હતી.જોકે ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થતાં તાલુકા પોલીસ મથક ખાતે નોંધ થવા પામી હતી.જેની આગળની તપાસ એ.એચ.પરમાર દ્વારા કરવામાં આવી હતી.હાલ કયા કારણોસર સુરેશભાઈ ઠાકોરે અંતિમ પગલું ભર્યું ? તે તપાસના વિષય છે.
વાહન અકસ્માતમાં ઇજા
વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામે રહેતા મનીષભાઈ નાથાભાઈ સાગઠીયા નામનો૧૭ વર્ષનો યુવાન ગામના પાટીયા પાસેથી પગપાળા જતો હતો ત્યારે બાઇક ચાલકે તેને હડફેટે લેતા ઇજા પામેલ હાલતમાં તેને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. બનાવની પોલીસને જાણ કરાતા પોલીસ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.
મારામારીમાં ઇજા
ટંકારાના મીતાણા ગામે રહેતા મુકેશ તકેદિયાભાઈ વસુનીયા નામના ૧૮ વર્ષના યુવાનને તા.૨૫-૮ ના રાત્રીના બે વાગ્યે ઘરેથી ચાર લોકો દ્વારા ઉઠાવી જવામાં આવ્યો હતો અને બાદમાં તેને માર મારવામાં આવ્યો હતો જેની ટંકારા હોસ્પિટલે પ્રાથમિક સારવાર લઈને વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલમાંથી બનાવ અંગે જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના એસ.એમ.કમોયા દ્વારા તપાસ કરવામાં આવી હતી અને આ બનાવ અંગે આગળની તપાસ માટે ટંકારા પોલીસને જાણ કરાઈ હતી.
આધેડ સારવારમાં
વાંકાનેરની વિવેકાનંદ સોસાયટીમાં રહેતા ધીરેન્દ્રભાઈ ભગવાનજીભાઈ જોશી નામના ૬૩ વર્ષના આધેડ બાઈક લઈને જતા હતા ત્યારે પુલ દરવાજા નજીક વાહન સ્લીપ થતા સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા.તે રીતે જ સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના દેગામ ખાતે રહેતા કાશીબેન સુંડાભાઈ કલાડિયા નામના ૮૦ વર્ષના વૃદ્ધા બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે હળવદના સરંભડા અને પાંડા તીરથના રસ્તે બાઈક સ્લીપ થવાના બનાવમાં ઈજા થતા અત્રે આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબી નજીકના ઘુંટુ ગામે રહેતા પ્રકાશભાઈ રતિલાલ દેથરીયા નામના ૩૨ વર્ષના યુવાનને ઘુંટુ ગામે આવેલ બાલાજી કાંટા નજીક કંઈક જનાવર કરડી ગયેલ હોય તેને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમ પોલીસસુત્રોએ જણાવેલ છે
